પ્રેગ્નન્સીમાં કરીનાનો શાનદાર ડાન્સ, બેબી બમ્પમાં ડાન્સ કરતો બેબોનો વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Jan 2021 09:31 AM (IST)
બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાનનો એક વીડિયો હાલ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પ્રેગ્નન્ટ કરીના કપૂર જોરદાર ડાન્સ કરતી જોવા મળે છે. વીડિયોમાં કરીના કપૂર ખાન ખૂબ સુંદર દેખાઇ રહી છે. આ વીડિયો હેરસ્ટાઇલિસ્ટે સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી શેર કર્યો છે.
બોલિવૂડ એક્ટ્રસ કરીના કપૂર આજકાલ તેમની પ્રેગ્નન્સીને ફુલ એન્જોય કરી રહી છે. સૈફના જણાવ્યાં મુજબ કરીના ફેબ્રુઆરીના શરૂઆતમાં બીજા બાળકને જન્મ આપશે. બીજા બાળકના જન્મ પહેલા સૈફ અલી ખાન કરીના તૈમૂર સાથે નવા ઘરમાં શિફ્ટ થઇ ગયા છે. કરીનાએ નવા મકાનના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતા. કરીના કપૂરના વીડિયો, ફોટો ખૂબ ઝડપથી વાયરલ થાય છે. હાલ તેમના ડાન્સનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે જોરદાર ડાન્સ કરી રહી છે. વીડિયોમાં તેમણે નારંગી રંગનું ફુલ સ્લીવનું ટોપ અને લાઇટ નારંગી સ્કર્ટ પહેર્યું છે. તે તેમના સ્કર્ટને પકડીને અલગ અંદાજમાં ડાન્સ કરી રહી છે. પ્રેગ્નન્સી પિરિયડમાં પણ કર્યૂ ફિલ્મ અને એડમાં કામ કરીના કપૂર ખાને પ્રેગ્નન્સી દરમિયાન પણ ફિલ્મ લાલ ચઠ્ઠાનું શૂટિંગ કર્યું હતું. આ સિવાય તેમણે અનેક એડ ફિલ્મ માટે પણ શૂટ કર્યું અને ટ્રાવેલ કર્યું. દિવાળી સમયે તે સૈફ સાથે હિમાચલ પ્રદેશ ગઇ હતી. નવા ઘરમાં શિફ્ટ થઇ કરીના તેમના બીજા બાળકના આગમન પહેલા કરીના અને સૈફ નવા ઘરમાં શિફ્ટ થયા છે. તેમના નવા આલિશાન ઘરની તસવીર તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાં ટેરેસ, સ્વિમિંગ પુલ,લાઇબ્રેરી સહિત આઉટ ડોર એરિયા પણ છે.