સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીર શાહરુખ ખાનની ફિલ્મના સેટ પરથી લેવામાં આવી છે. જ્યારે વીડિયો શાહરુખની ફિલ્મની શૂટિંગનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરમાં શાહરુખ ખાન યૂએઈના ટોક શોના હોસ્ટ અનસ બુકસ સાથે નજર આવી રહ્યો છે. આ ફોટોમાં શાહરુખ એક નવા લુકમાં નજર આવી રહ્યો છે.
શાહરુખ ખાન લાંબા સમય બાદ બોક્સ ઓફિસ પર ફિલ્મ ‘પઠાણ’થી વાપસી કરી રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મ 2018માં ઝીરો રિલીઝ થઈ હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ ઘમાલ મચાવી શકી નહોતી.
શાહરુખ ખાન એકવાર ફરી એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સાથે સિલ્વર સ્ક્રિન પર નજર આવશે. આ પહેલા બન્નેની જોડી ઓમ શાંતિ ઓમ, ચેન્નઈ એક્સપ્રેસ, હેપ્પી ન્યૂ યરમાં સાથે નજર આવી હતી. પઠાણ ફિલ્મમાં જૉન અબ્રાહમ નેગેટિવ રોલમાં નજર આવશે. શાહરુખની ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યાં છે.