Bhool Bhulaiyaa 2 Box Office Collection : ‘ભૂલ ભુલૈયા 2 ' એક્ટર કાર્તિક આર્યન હાલમાં સેલિબ્રેશનના મૂડમાં છે. હાલના દિવસોમાં કાર્તિક આર્યન  અલગ-અલગ શહેરોમાં ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. તાજેતરમાં પુણેમાં પ્રમોશન સમાપ્ત કર્યા પછી અભિનેતા કોલકાતા જવા રવાના થયો. તે દરમિયાન તેણે રસ્તાની બાજુના સ્ટોલ પર ભાત અને પાપડ ખાધા  હતા.






કાર્તિક આર્યનનો રોડ પર ભાત અને પાપડ ખાતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કારની બાજુમાં ખાવાની મજા લેતો જોવા મળે છે. વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિએ જ્યારે સમય જોયો ત્યારે રાતના 2 વાગ્યા હતા. જ્યારે વ્યક્તિએ તેને પૂછ્યું કે તે શું ખાય છે, તો કાર્તિકે જવાબ આપ્યો, આ પાપડ અને ભાત છે.


આ પાછળનું કારણ જણાવતા કાર્તિક આર્યને કહ્યું હતું કે મારી ખુશી પાછળની વાત ફિલ્મની કમાણી 100 કરોડ રૂપિયા થઇ ગઇ છે. અહીં બધા એક સરખો ખોરાક ખાય છે. હું શું કરી શકું છુ? ફિલ્મે 100 કરોડની કમાણી કરી છે અને હું અહીં પાપડ ખાઉં છું. તે રસ્તાના કિનારે ભોજન કેમ ખાય છે તેવા પ્રશ્નના જવાબમાં અભિનેતાએ કહ્યું, મને ખાવાનું મળ્યું નથી, તેઓ રેસ્ટોરન્ટ ખોલી રહ્યા નથી. કાર્તિકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેના ફેન્સ કાર્તિકનાવખાણ કરતા થાકતા નથી. લોકો અભિનેતાને ડાઉન ટુ અર્થ ગણાવી રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં કાર્તિક આર્યન, કિયારા અડવાણી, તબ્બુ, રાજપાલ યાદવ અને સંજય મિશ્રા પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 2007ની લોકપ્રિય ફિલ્મ 'ભૂલ ભૂલૈયા'ની સિક્વલ છે. અનીસ બઝમી દ્વારા નિર્દેશિત આ ફિલ્મે તેની રિલીઝના આઠમા દિવસ સુધી 98.57 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.