Kaartik Aaryan Upcoming Movies: અનીસ બજ્મીના ડાયરેક્શનમાં આવેલી ફિલ્મ ભૂલ ભુલૈયા 2માં (Bhool Bhulaiya 2) કાર્તિક આર્યને કમાલ કરી દીધો હતો. આ ફિલ્મ કાર્તિક આર્યનના કરિયરની અત્યાર સુધીને સૌથી સફળ ફિલ્મ બની ચુકી છે. આ ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી હતી અને બોક્સ ઓફિસ 250 કરોડથી પણ વધુની કમાણી કરી હતી.
ભૂલ ભુલૈયા 2 દ્વારા કાર્તિક આર્યને લોકોના દિલ-દિમાગ પર એવી રીતે છાપ છોડી છે કે, હવે ફેન્સ તેની આવનારી ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે. તો ચાલો તમને આજે જણાવીએ કે કાર્તિકની આગામી કઈ-કઈ ફિલ્મો આવી રહી છે. કાર્તિકના ફેન્સને આશા છે કે, કાર્તિક આર્યન ફરીથી પોતાનો કમાલ બતાવશે. રિપોર્ટ્સ અનુસાર કાર્તિકની આવનારી ફિલ્મો ભૂલ ભુલૈયા 2ને પણ પાછળ છોડી શકે છે.
શહજાદા (Shehzada)
કાર્તિકની આવનારી ફિલ્મોમાં પહેલું નામ છે રોહિત ધવનના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ શહજાદાનું છે. આ ફિલ્મમાં કારતિકની સાથે અભિનેત્રી કૃતિ સેનન (Kriti Sanon) જોવા મળશે. આ ફિલ્મ 10 ફેબ્રુઆરી 2023ના રોજ રિલીઝ થશે.
ફ્રેડી (Freddy)
કાર્તિક આર્યન એકતા કપૂરની ફિલ્મ 'ફ્રેડી' (Freddy)માં કામ કરશે. આ એક રોમેન્ટિક થ્રિલર ફિલ્મ હશે જેમાં કાર્તિકની સાથે અભિનેત્રી અલાયા એફ (Alaya F) જોવા મશશે.
કેપ્ટન ઈન્ડિયા (Alaya F)
કાર્તિકની આગળની ફિલ્મ હંસલ મહેતાની 'કેપ્ટન ઈન્ડિયા' છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન એક પાયલટનો રોલ કરતો જોવા મળશે.
સમીર વિદ્વાંસની આવનારી ફિલ્મઃ
સમીર વિદ્વાંસની આગળની ફિલ્મમાં પણ કાર્તિક લીડ રોલમાં જોવા મળશે. પહેલાં આ ફિલ્મ "સત્યનારાયણ કી કથા" (satyanarayan ki katha) નામથી આવનારી હતી. પરંતુ પાછળથી ફિલ્મ મેકર્સે આ ટાઈટલ બદલવાનો નિર્ણય કર્યો છે.
કબીર ખાનની ફિલ્મઃ
આ લિસ્ટમાં છેલ્લું નામ છે કબીર ખાનના (Kabir Khan) ડાયરેક્શનમાં બની રહેલી નેક્સ્ટ ફિલ્મ છે. આ ફિલ્મનું નામ જાહેર નથી થયું પરંતુ કાર્તિક આર્યને હાલમાં જ આ પ્રોજેક્ટ વિશે જાહેરાત કરી હતી.