Sushmita Sen Selfie: બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન છેલ્લા કેટલાક દિવસોથી IPL ફાઉન્ડર લલિત મોદી સાથેના અફેરને લઈને ચર્ચામાં છે. જ્યારથી લલિત મોદીએ જાહેરાત કરી કે તે અને સુષ્મિતા એકબીજાને ડેટ કરી રહ્યા છે, ત્યારથી મિસ યુનિવર્સ સુષ્મિતા અલગ-અલગ કારણોસર સોશિયલ મીડિયા પર છવાયેલી છે. લોકો તો હાલ સુષ્મિતા સેનને ટ્રોલ કરવાનું બહાનું શોધી રહ્યા છે અને તેમને હવે આ બહાનું મળી ગયું છે.
તાજેતરમાં જ, સુષ્મિતાએ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પોતાની એક સેલ્ફી શેર કરી, જે ખૂબ વાયરલ થઈ છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સુષ્મિતાની આ સેલ્ફીમાં લોકોને કંઈક એવું પણ જોવા મળ્યું જેને ભાગ્યે જ કોઈ એક નજરે જોઈ શકે. લોકોએ સુષ્મિતાના આ ફોટોમાં તેના ચશ્મામાં પડી રહેલા પ્રતિબિંબ અંગે પ્રશ્નો પુછીને અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.
સેલ્ફીમાં એવું શું જોવા મળ્યું?
ફોટોમાં જોવા મળે છે કે સુષ્મિતા પોતાની કારમાં બેસીને સેલ્ફી ક્લિક કરતી વખતે સ્માઈલ આપી રહી છે. અભિનેત્રીએ બ્લુ કલરનું સ્લીવલેસ ટોપ પહેર્યું છે અને કાળા ચશ્મા પહેર્યા છે. હવે તમે વિચારશો કે આમાં એવું શું છે કે અભિનેત્રીને ટ્રોલ કરવામાં આવી રહી છે. તો તેમને જણાવીએ કે, સુષ્મિતાની કારમાં પડેલી બે બોટલનું પ્રતિબિંબ તેના ચશ્મામાં દેખાય છે. જેના માટે લોકો તેને વિવિધ પ્રશ્નો પુછી રહ્યા છે. કોઈ પૂછે છે કે આ વોડકા છે? તો કોઈ વ્હિસ્કી પર સવાલ પુછી રહ્યું છે.