Karwa Chauth 2022: બૉલીવુડ એક્ટ્રેસ રવીના ટંડને (Raveena Tandon) પોતાના ઇન્સગ્રામ પર ખાસ તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તેનો ભગવો અવતાર દેખાઇ રહ્યો છે. કોઇપણ તહેવાર હોય, બૉલીવુડ સેલેબ્સ તેને ખાસ હર્ષોલ્લાસથી ઉજવે છે. આવુ જ કરવા ચોથના તહેવારનુ પણ બન્યુ છે, કરવા ચોથના દિવસે એક્ટ્રેસ રવીના ટંડન ખાસ અંદાજમાં તૈયાર થઇ હતી. કરવા ચોથને લઇને બૉલીવુડમાં ખુબ હલચલ હતી, ત્યારે રવીના ટંડને પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેને ભગવા રંગના કપડાં પહેરેલા છે, તે સજીધજીને તૈયાર થયેલી દેખાઇ રહી છે.
આ તસવીરોમાં એક્ટ્રેસે કેસરિયો કલરની સાડી પહેરી છે અને તેના હાથમાં બંગડીઓ અને વાળમાં ગજરો નાંખેલો છે. આ લૂકમાં એક્ટ્રેસ ખુબ સુંદર લાગી રહી છે. આ તસવીરોને શેર કરતા રવીના ટંડન લખ્યું- કરવા ચૌથ માટે તૈયાર, આ તહેવાર માટે કેસરિયો મારો રંગ છે. આ તસવીરોમાં જોઇ શકાય છે કે એક્ટ્રેસ અલગ અલગ પૉઝ આપી રહી છે. અને પોતાના ગ્લેમરસ લૂકને ફ્લૉન્ટ કરી રહી છે.
આ પહેલા રવીના ટંડનએ પોતાની ગર્લ ગેન્ગની સાથે કેટલીક તસવીરો પણ શેર કરી હતી. જેમાં શિલ્પા શેટ્ટી પણ દેખાઇ હતી. આ લૂકમાં પણ રવીના ટંડનએ વાળમાં ગજરો લગવ્યો હતો. રવીના ટંડન 90 ના દાયકાની સૌથી હૉટ-બૉલ્ડ અને હસીનાઓમાં સામેલ છે, હાલમાં તે 47 વર્ષની થઇ ગઇ છે, છતાં કોઇ યંગ એક્ટ્રેસ તેને ફિગર ફિટનેસમાં ટક્કર નથી આપતી શકતી.