Katrina Kaif Video: કેટરિના કૈફના લગ્ન પછી લોકો સતત તેની પ્રેગ્નન્સીને લઈને અટકળો લગાવી રહ્યા છે. કેટલાક સમયથી તે આઉટિંગ દરમિયાન અનેક વાર ખુલ્લા આઉટફિટ્સમાં જોવા મળી હતી જેને લીધે ચર્ચાઓ વધુ તેજ બની હતી. હાલમાં જ તે એક બ્યુટી એવોર્ડમાં પહોંચી હતી. આ દરમિયાન તેણે સિક્વીન્ડ સ્લિટ ગાઉન પહેર્યું હતું. ઈવેન્ટની તસવીરો અને વીડિયો જોયા બાદ લોકો અનુમાન લગાવવા લાગ્યા છે કે તે પ્રેગ્નેન્ટ છે. તમને જણાવી દઈએ કે 9 ડિસેમ્બરે કેટરિના અને વિકી તેમના લગ્નની પ્રથમ વર્ષગાંઠ મનાવવા માટે એક હિલ સ્ટેશન પર ગયા હતા.


લોકોએ કોમેન્ટનો કર્યો મારો


કેટરીના કૈફ બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તેને અને વિકી કૌશલને ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળે છે. છેલ્લા કેટલાક સમયથી લોકો તેની તસવીરો જોઈને તેની પ્રેગ્નન્સી વિશે અનુમાન લગાવી રહ્યા છે. વેલ આ કોઈ નવી વાત નથી. લગ્ન પછી અભિનેત્રીઓ વિશે અવારનવાર આવી કોમેન્ટ આવતી રહે છે. આ વખતે કેટરીના એક એવોર્ડ શોમાં પહોંચી હતી. ત્યાં તેણે ફિટિંગ ગાઉન પહેર્યું હતું. તેના વીડિયો પર લોકોએ ઘણી કોમેન્ટ કરી છે. એકે લખ્યું છે કે, કેટરિના પ્રેગ્નન્ટ લાગી રહી છે. એકે લખ્યું, તે સુંદર લાગે છે પરંતુ હંમેશા એક જ હેરસ્ટાઇલ કેમ? એક એ લખ્યું છે, શું તે ગર્ભવતી છે?






ટાઈગર 3ની દર્શકો રાહ જોઈ રહ્યા છે


આ પહેલા પણ કેટરીના કૈફ એરપોર્ટ પર ખુલ્લી ટી-શર્ટમાં જોવા મળી હતી. ત્યારે પણ તેની પ્રેગ્નન્સીને લઈને ચર્ચાઓ થઈ હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરીનાની ફિલ્મ ભૂત પોલીસ તાજેતરમાં રીલિઝ થઈ છે. ફિલ્મે સારો બિઝનેસ કર્યો હતો. સલમાન ખાન સાથે તેની ફિલ્મ ટાઈગર 3નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મ આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થવાની છે.