Vicky Kaushal Katrina Kaif special note for guest: બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને એક્ટર વિક્કી કૌશલના લગ્નની વિધિઓની શરૂઆત થઇ ચૂકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સાત ડિસેમ્બરના રોજ સંગીત સેરેમની યોજાશે જ્યારે નવ ડિસેમ્બરના રોજ બંન્નેના લગ્ન યોજાશે. કેટરિના અને વિક્કીના લગ્નમાં સામેલ થવા માટે મહેમાનો ફોર્ટ બરવાડા પહોંચી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર કેટરિના અને વિક્કીના વેડિંગ વેન્યૂ પર પહોંચનારા મહેમાનોને એક ખાસ મેસેજ આપવામાં આવી રહ્યો છે.

Continues below advertisement


આ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં વિક્કી અને કેટરિનાએ મહેમાનો માટે લખ્યું છે કે અમને આશા છે કે તમે જયપુરથી રણથંભોરની રોડ ટ્રીપનો આનંદ લીધો હશે. તમે રિફરેશમેન્ટનો આનંદ લો. આરામ કરો અને મસ્તીભર્યા અને રોમાંચક સાહસિકકાર્ય માટે પોતાને તૈયાર કરો. સાથે વિક્કી અને કેટરિનાએ આ નોટમાં મહેમાનો પોતાના મોબાઇલ ફોન તેમની  રૂમમાં જ છોડવાની અપીલ કરી છે.


જોકે આ નોટ વિક્કી અને કેટરિના તરફથી મોકલવામાં આવી છે કે નહીં તેને લઇને કોઇ સ્પષ્ટ જાણકારી મળી રહી નથી.




વિક્કી કૌશલ અને કેટરિના કેફના લગ્નમાં નો ફોન પોલિસી રાખવામાં આવી છે. જે પણ મહેમાન લગ્નમાં સામેલ થશે તેઓને વેડિંગ વેન્યૂ પર ફોન નહી લઇ જઇ શકે. ફોટો કે વીડિયો ઉતારવાની મંજૂરી આપવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે મહેમાનો સાથે એક એગ્રીમેન્ટ પણ સાઇન કરવામાં આવ્યો છે. કેટરિના અને વિક્કીના લગ્નની તસવીરો માટે એક મોટા મેગેઝીન સાથે ડીલ કરવામાં આવી છે જેના કારણે એ મેગેઝીન અગાઉ આ તસવીરોને ક્યાંય પણ શેર કરી શકાય નહીં.