Yash Team Up With Shankar Shanmugam: આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ 'KGF 2' રહી છે. રિલીઝ થતાંની સાથે જ તેણે આખી દુનિયામાં સફળતા મેળવી હતી. આ સાથે, બધાના ફેવરિટ 'રોકી ભાઈ' એટલે કે યશ દેશનો સૌથી મોટા સ્ટાર્સ એક બની ગયા થે. હવે તે ફરીથી 'KGF' સિરીઝની ફિલ્મોની જેમ ધમાલ મચાવવાની તૈયારી કરી રહ્યો છે. ચર્ચા છે કે તેણે સાઉથના મોટા દિગ્દર્શક શંકર શનમુગમની મેગા બજેટ ફિલ્મ સાઈન કરી છે.


કેજીએફ ફિલ્મના બંને ભાગની ભવ્ય સફળતા બાદ સુપર સ્ટાર યશની આગમી ફિલ્મ કઈ હશે અને કયા વિષય પર હશે તે અંગે વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે હવે અહેવાલ મળી રહ્યા છે કે, યશની આ આવનારી ફિલ્મને એક ઐતિહાસિક યુદ્ધ ડ્રામા ફિલ્મ હશે, જેમાં જબરદસ્ત એક્શન, વીએફએક્સ અને ઈફેક્ટ્સ જોવા મળશે. 


મેકર્સ 1000 કરોડ ખર્ચવા તૈયારઃ


રિપોર્ટ્સ અનુસાર સૌથી આશ્ચર્યજનક બાબત એ ફિલ્મનું બજેટ છે. કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ ફિલ્મ પર 1000 કરોડ રૂપિયા ખર્ચ કરવા તૈયાર છે. એટલે કે તેનું બજેટ રણબીર કપૂરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' કરતાં બમણું હશે. જો ખરેખર આવું થશે તો ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે તે એક રેકોર્ડ હશે. આ માટે કરણ જોહર સહિત ઘણા મોટા ફિલ્મ નિર્માતાઓ આગળ આવી શકે છે.


સાઉથના તમામ સ્ટાર્સ આ ફિલ્મનો ભાગ બનશે


ફિલ્મ વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સ જોવા મળી શકે છે. મેકર્સ ફિલ્મને વૈશ્વિક સ્તરે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફિલ્મને દક્ષિણની તમામ ભાષાઓમાં રિલીઝ કરવાની યોજના છે. તેથી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોચના કલાકારો ફિલ્મનો ભાગ બની શકે છે.


રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મને બનાવવામાં લાંબો સમય લાગી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને બનાવવામાં લગભગ ચાર વર્ષનો સમય લાગશે. તે પછી તેને વર્ષ 2027માં રિલીઝ કરવાનું શક્ય બનશે. જોકે, યશની આ આગામી ફિલ્મને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ચાહકોની રુચિને જોતા, ફિલ્મ નિર્માતાઓએ જલ્દી જ તમામ વસ્તુઓની સ્પષ્ટતા કરવી જોઈએ.