KGF Chapter 2 Review : KGF ચેપ્ટર 1 બાદ KGF ચેપ્ટર 2 માટે ચાહકોએ અંદાજે 3 વર્ષની રાહ જોવી પડી હતી,, પરંતુ આ પ્રતિક્ષા હવે સુનામીની જેમ સામે આવી છે. આ ફિલ્મ જબરદસ્ત એન્ટરટેનર છે. ફિલ્મમાં રોકિંગ સ્ટાર યશ,સંજય દત્ત, રવીના ટંડન,શ્રીવિધિ શેટ્ટી અને પ્રકાશ રાજ મુખ્ય ભૂમિકામાં છે.
વાર્તા
આ ફિલ્મની વાર્તા KGF 1ની આગળ વધે છે, રોકીએ KGF પર કબજો કરી લીધો છે અને હવે તે બિઝનેસને આગળ વધારવા જઈ રહ્યો છે, પંરતુ તેને બે દુશ્મનોનો સામનો કરવો પડે છે. એક અધિરા એટલે કે સંજય દત્ત અને બીજી પ્રધાનમંત્રી રામિકા એટલે કે રવીના ટંડન. હવે કોણ કોના પર ભારે પડશે અને કેવી રીતે રોકીને સામ્રાજ્ય મળશે આ ફિલ્મની કહાની છે. થિયટરમાં દરેક સીન પર ફેન્સની તાળીઓ અને સીટીઓ સંભળાઈ રહી છે.
એક્ટિંગ
રોકિંગ સ્ટાર યશ આ ફિલ્નમની જાન છે. યશની એક્ટિંગ કમાલની છે. યશ જે પણ ફ્રેમમાં આવે છે છવાઈ જાય છે. યશના ડાયલોગ્સ પર સીટીઓ અને તાળીઓ પડી રહી છે. યશ બીજા કલાકારો કરતા ઘણો આગળ નિકળી ગયો છે. અધિરાના પાત્રમાં સંજય દત્તે સારુ કામ કર્યું છે. રવિનાએ પણ પ્રધાનમંત્રીના પાત્રમાં જીવ રેડી દીધો છે. આ ઉપરાંત શ્રીનિધિ શેટ્ટીને પણ આ વખતે ફિલ્મમાં સારી જગ્યા મળી છે અને તેમણે પણ તેના પાત્રને ન્યાય આપ્યો છે. પ્રકાશ રાજે પણ તેના નામ પ્રમાણે કામ કર્યુ છે. તેમના કામની પણ પ્રશંસા થઈ રહી છે.
મ્યૂઝિક
ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક કમાલ છે. યશના ડાયલોક પ્રમાણે આ મ્યૂઝિક વધુ બંધ બેસતુ છે. તુફાન ગીત પણ લોકોને પસંદ આવી રહ્યું છે.
કેમ જોવી?
આ ફિલ્મને તમે જબરદસ્ત મનોરંજન માટે જુઓ. કારણ કે લાર્જર ધેન લાઈફ સિનેમાને પણ આ રીતે બનાવી શકાય છે. રોકિંગ સ્ટાર યશ તમને પોતાના દિવાના બનાવી દેશે અને આ ફિલ્મ એટલા માટે પણ જુઓ જેથી તમને જવાબ પણ મળી જશે કે કેજીએફ 3 આવશે?