Kiara Advani Sidharth Malhotra Wedding: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા 6 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના પરિવારજનોએ લગ્નની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. બંનેના પરિવારો જેસલમેર પહોંચી ગયા છે અને પ્રી-વેડિંગ ફંક્શન પણ શરૂ થઈ ગયા છે. જ્યારથી સિડ અને કિયારાના લગ્નના સમાચાર ઓનલાઈન સામે આવ્યા છે, ત્યારથી તેમની ડ્રીમી બિગ ફેટ ઈવેન્ટને લગતા નવા અપડેટ્સ ચારે બાજુથી બહાર આવી રહ્યા છે. ગઈકાલે સવારે કિયારા અડવાણી પરિવાર સાથે જેસલમેર પહોંચી હતી અને સાંજે સિદ્ધાર્થ મલ્હોત્રા પરિવાર સાથે પહોંચ્યો હતો.
કિયારા-સિદ્ધાર્થના લગ્ન માટે જેસલમેર પહોંચ્યા મહેમાનો
સિડ-કિયારાએ તેમના લગ્નને ખૂબ જ ઇન્ટિમેટ રાખવાની યોજના બનાવી છે અને ફક્ત કેટલાક ખાસ મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે જ લગ્નના બંધને બંધાવાનું નક્કી કર્યું છે. તેમના લગ્ન સંપૂર્ણપણે એક ઇન્ટિમેટ હશે અને ફક્ત પરિવાર અને કેટલાક ખાસ મિત્રો જ તેમાં સામેલ થશે. તેઓ 6 ફેબ્રુઆરીએ તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કરશે. સિદ્ધાર્થ અને કિયારા તેમના લગ્ન પહેલાના સમારોહનો આનંદ માણશે જેમાં સંગીત, મહેંદી અને હલ્દીનો સમાવેશ થનાર છે.
સિદ્ધાર્થના પરિવારે લગ્ન પર મૌન તોડ્યું
અભિનેતાનો પરિવાર શનિવારે જેસલમેર પહોંચ્યો હતો. આ દરમિયાન તેની માતા અને ભાઈએ લગ્ન અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. સિદ્ધાર્થની માતા અને ભાઈએ કહ્યું કે તેઓ કિયારાને તેમના ઘરની વહુ બનાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
શાહિદ-મીરા પણ જેસલમેર જવા રવાના થયા
કિયારા અડવાણીનો કો-સ્ટાર અને ખાસ મિત્ર શાહિદ કપૂર પણ લગ્નમાં હાજરી આપવા માટે જેસલમેર જવા રવાના થયો છે. અહેવાલોમાં પહેલાથી જ દાવો કરવામાં આવ્યો હતો કે આ કપલ લગ્નમાં ભાગ લેશે.
કરણ જોહર જેસલમેર જવા રવાના
કરણ જોહર તેના પ્રિય સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિરણ અડવાણીના લગ્નમાં હાજરી આપવા માટે જેસલમેર જવા રવાના થયો છે. કરણ જોહર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો.
સિદ્ધાર્થ અને કિયારાનું સ્ટાર ગેસ્ટ લિસ્ટ
સિદ્ધાર્થ અને કિયારાએ તેમના ભવ્ય પંજાબી લગ્ન માટે લગભગ 100-150 લોકોને આમંત્રણ આપ્યું છે. બોલિવૂડમાંથી કરણ જોહર, શાહિદ કપૂર અને પત્ની મીરા રાજપૂત અને વરુણ ધવન જેવી સેલિબ્રિટીઓ મહેમાનોમાં સામેલ છે. રોહિત શેટ્ટી પણ રાજસ્થાનમાં લગ્નમાં હાજરી આપશે. તે જ સમયે કિયારાની સ્કૂલ ફ્રેન્ડ ઈશા અંબાણીને પણ લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું છે