નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન શરૂ થઇ ચૂકી છે. બીજી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમને દિલ્હી કેપિટલ્સ રોમાંચક હાર આપી. ખાસ વાત છે કે આ વખતે પંજાબની કમાન યુવા ખેલાડી કેએલ રાહુલને સોંપવામાં આવી હતી, રાહુલની કેપ્ટનશીપમાં ઉતરેલી પંજાબની ટીમે પહેલી મેચમાં જ હારનો સામનો કર્યો છે. આ સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ કેપ્ટનો બદલનારી ટીમ તરીકે કિંગ્સ ઇલેવન પંજાબનુ નામ ટૉપ પર આવી ગયુ છે, અત્યાર સુધી પંજાબની ટીમે 12 કેપ્ટનો જોયા છે.


12 કેપ્ટન બદલવાની સાથે પંજાબની ટીમ આઇપીએલ ઇતિહાસમાં પ્રથમ નંબરની ટીમ બની ગઇ છે. આ લિસ્ટમાં બીજા નંબર પર દિલ્હી કેપિટલ્સ છે, દિલ્હીએ અત્યાર સુધી 11 કેપ્ટનો બદલ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પ્રથમ મેચમાં કેપ્ટન તરીકે કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, અને મેચ હારી ગયા હતા. આ અંગે રાહુલે કહ્યું કે, અમને પિચ વિશે વધારે જાણકારી નથી. વિકેટ બન્ને ટીમ માટે એક જ જેવી રહી. એવામાં અમે તેના માટે કંઈ ખાસ કરી શકીએ એમ ન હતા.

કિંગ્સ ઇલેવન પંજાબની પ્લેઇંગ ઇલેવન:

કેએલ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), મયંક અગ્રવાલ, સરફરાજ ખાન, કરુણ નાયર, ગ્લેન મેક્સવેલ, નિકોલસ પૂરન, ક્રિસ જોર્ડન, કે ગૌથમ, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઇ, મોહમ્મદ શમી અને શેલ્ડન કૉટરેલ.

દિલ્હી કેપિટલ્સની પ્લેઇંગ ઇલેવન:

શિખર ધવન, પૃથ્વી શૉ, શ્રેયસ અય્યર (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), શિમરન હેટમેયર, માર્કસ સ્ટૉઇનિસ, રવિચંદ્ર્ન અશ્વિન, માર્કસ સ્ટોઈનિસ, અક્ષર પટેલ, મોહિત શર્મા, એનરિક નોર્ટઝે અને કગીસો રબાડા.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ