મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાએ કોરોના વાયરસને મ્હાત આપી છે. થોડા સમય પહેલા જ મલાઈકાએ કહ્યું હતું કે, તે કોરોનાથી સંક્રમિત છે. તેના બાદ હોમ ક્વોરન્ટાઈન થઈ હતી. હવે તે સ્વસ્થ થઈ ગઈ છે અને લગભગ બે અઠવાડિયા બાદ પોતાના રૂમમાંથી બહાર નીકળી છે.

મલાઈકાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ઘણા દિવસો બાદ રૂમમાંથી બહાર આવ્યા બાદ કેવું લાગી રહ્યું છે. સાથે જ તેમણે પ્રાથના અને દુઆઓ માટે ફેન્સનો આભાર માન્યો હતો.

મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે અને તેના કેપ્શનમાં લખ્યું છે કે “બહાર અને તેના વિશે. હું આખરે પોતાના રૂમમાંથી ઘણા દિવસ બાદ બહાર નીકળી. જે ખુદને એક આઉટિંગની જેમ લાગી રહ્યું છે. હું ખૂબજ ધન્ય અનુભવી રહી છું કે, હું આ વાયરસના ઓછામાં ઓછા દર્દ અને પરેશાનથી ઉભરી છું. ડૉક્ટર્સનો આભાર. ”


તેમણે વધુમાં લખ્યું કે, “હું પોતાના ડૉક્ટર્સ, બીએમસી, પરિવાર, મારા તમામ મિત્રો, પાડોસીઓ અને પ્રશંસકોને તેમની શુભકામનાઓ માટે અને મને જે તમારા મેજેસ તથા સમર્થનથી તાકાત મળી તેના માટે આભાર વ્યક્ત કરું છું. આ કપરા સમયમાં બધાએ મારા માટે જે કર્યું છે, તેના માટે આપ તમામનો પર્યાપ્ત આભાર નથી માની શકતી. આપ સૌ સુરક્ષિત રહો અને દેખભાળ રાખો. ”

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ