KBKKJ Box Office Collection Day 4: બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' ઈદના તહેવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મની ઓપનિંગ અપેક્ષા મુજબ ન હતી રહી પરંતુ કમ્પલેટ ફેમિલી એન્ટરટેનરનો જાદુ ચાલ્યો અને તેને બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન પણ કર્યું હતુ.
સલમાનની ફિલ્મનો ક્રેઝ હવે ફેન્સનું માથું ઉંચો કરી રહ્યો છે, આ સાથે 'કિસી કા ભાઈ કિસી કી જાન' (KKBKKJ) થિયેટરોમાં ચાલી રહી છે. વળી, 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું મન્ડે ટેસ્ટનું રિઝલ્ટ પણ આવી ગયુ છે, જાણો સોમવારે એટલે કે રિલીઝના ચોથા દિવસે ફિલ્મએ કેટલી કરી છે કમાણી...
KBKKJ નું ચોથા દિવસનું કલેક્શન કેટલું રહ્યું ?
ખાસ વાત છે કે, સલમાન ખાન અને પૂજા હેગડેની જોડી પહેલીવાર 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં ઓનસ્ક્રીન રૉમાન્સ કરતી જોવા મળી રહી છે. ફેન્સ તેમની કેમેસ્ટ્રીને ખુબ પસંદ કરે છે. આ સાથે જ ફિલ્મ પણ સારો એવો બિઝનેસ કરી રહી છે. ફિલ્મની કમાણીની વાત કરીએ તો, સલમાનની ફિલ્મએ પહેલા દિવસે 15.81 કરોડની કમાણી કરી હતી. ફિલ્મએ બીજા દિવસે 25.75 કરોડ અને ત્રીજા દિવસે 26.61 કરોડની કમાણી કરી હતી. વળી, 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના ચોથા દિવસે એટલે કે સોમવારની કમાણીના શરૂઆતી આંકડા પણ સામે આવી ચૂક્યા છે.
સૈકનિલ્કની રિપોર્ટ અનુસાર, રિલીઝના ચોથા દિવસે એટલે કે સોમવારે 'કિસી કા ભાઈ કિસી કી જાન' એ 10.50 કરોડનો બિઝનેસ કર્યો છે. રવિવારના કમાણીના આંકડા મુજબ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના કલેક્શનમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ નૉન-હૉલીડે પ્રમાણે સલમાન ખાનની ફિલ્મનું આ કલેક્શન સારું માનવામાં આવી રહ્યું છે.
'કિસી કા ભાઈ કિસી કી જાન' છે એક ફૂલ ફેમિલી એન્ટરટેન્ટનર -
સલમાન ખાન દ્વારા નિર્મિત ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું નિર્દેશન ફરહાદ સામજીએ કર્યું છે. સલમાન ખાન અને પૂજા હેગડે ઉપરાંત આ ફિલ્મમાં વેંકટેશ દગ્ગુબાતી, જગપતિ બાબુ, ભૂમિકા ચાવલા, વિજેન્દર સિંહ, અભિમન્યુ સિંહ, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગીલ, શહનાઝ ગીલ, પલક તિવારી અને વિનાલી ભટનાગર છે. આ ફિલ્મ એક્શન, ફેમિલી-ડ્રામા અને રૉમાન્સથી ભરપૂર છે.