IPLમાં બૉલીવુડના માસ્ક પહેર્યા વિના બેઠેલો આ યુવક છે બોલીવુડના સુપરસ્ટારનો પુત્ર, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Oct 2020 11:07 AM (IST)
ટીમના સહ માલિક શાહરૂખ ખાન અને તેના પુત્ર આર્યનની મેચ જોતી એક તસવીર વાયરલ થઇ રહી છે. બન્ને જણા દુબઇના સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. શાહરૂખ ખાનનો અહીં અનોખો નવો લૂક જોવા મળ્યો હતો, ફેન્સ તેને ખુબ પસંદ કરી રહ્યાં છે
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં બુધવારે રાજસ્થાન રૉયલ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સની વચ્ચે મેચ રમાઇ, આ મેચમાં કેકેઆરે એકતરફી અંદાજમાં રાજસ્થાનને 37 રને હરાવી દીધુ, આ સાથે કેકેઆરે ટૂર્નામેન્ટમાં બીજી જીત મેળવી હતી. પરંતુ ખાસ વાત એ છે કે મેચને જોવા ખુદ ટીમનો માલિક શાહરૂખ પોતાના ફેમિલી સાથે સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યો હતો, તેને ટીમને જબરદસ્ત રીતે ચિયર કર્ુ હતુ. ટીમના સહ માલિક શાહરૂખ ખાન અને તેના પુત્ર આર્યનની મેચ જોતી એક તસવીર વાયરલ થઇ રહી છે. બન્ને જણા દુબઇના સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. શાહરૂખ ખાનનો અહીં અનોખો નવો લૂક જોવા મળ્યો હતો, ફેન્સ તેને ખુબ પસંદ કરી રહ્યાં છે. ટીમના ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે સામાન્ય રીતે શાહરૂખ ખાન ભારતમાં મેચ જોવા માટે જાય છે. પરંતુ આ વખતે તે ખુદ યુએઇમાં કોરોનાની વચ્ચે ક્વૉરન્ટાઇનમાં રહ્યાં બાદ સ્ટેડિયમ પહોંચ્યો હતો. આ સમયે શાહરૂખ ખાન માસ્ક પહેરેલુ હતુ પરંતુ તેના પુત્ર આર્યને મોઢા પર માસ્ક ન હતુ પહેર્યુ, તેની તસવીર ખુબ વાયરલ થઇ રહી છે. નોંધનીય છે કે, કોલકત્તા નાઇટ રાઇડર્સે પહેલા બેટિંગ કરતાં 174 રન બનાવ્યા હતા, બાદમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ રાજસ્થાન માત્ર 137 રનોમાં જ સમેટાઇ ગયુ હતુ, અને કેકેઆરે સિઝનની બીજી જીત મેળવી હતી. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈકેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈકેલક્યુલેટ કાર લોન ઈએમઆઈકેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ