Koffee With Karan 8 : જાણો કોને ડેટ કરે છે જાહ્નવી ? કરણ જોહરના શોમાં કર્યું કન્ફર્મ! 

કરણ જોહરનો ટોક શો કોફી વિથ કરણ 8 આ દિવસોમાં દરેક જગ્યાએ ચર્ચામાં છે. અત્યાર સુધી ઘણા સેલેબ્સ આ શોમાં આવી ચુક્યા છે.

Continues below advertisement

Koffee With Karan 8 Promo:  કરણ જોહરનો ટોક શો કોફી વિથ કરણ 8 આ દિવસોમાં દરેક જગ્યાએ ચર્ચામાં છે. અત્યાર સુધી ઘણા સેલેબ્સ આ શોમાં આવી ચુક્યા છે અને તેમની પ્રોફેશનલ લાઈફ તેમજ પર્સનલ લાઈફ સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા છે. દરમિયાન, જાહ્નવી કપૂર અને ખુશી કપૂર શોના આગામી એપિસોડમાં જોવા મળશે. આ એપિસોડનો લેટેસ્ટ પ્રોમો પણ રિલીઝ થઈ ગયો છે. આ દરમિયાન કરણે જ્હાન્વીને રેપિડ ફાયર રાઉન્ડમાં પોતાની દિલની વાત બહાર કઢાવી હતી. 

Continues below advertisement

કરણના શોમાં  જ્હાન્વી-ખુશીની મસ્તી

કરણ જોહરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એપિસોડનો પ્રોમો શેર કર્યો છે. આ વીડિયોમાં કરણ કપૂર બહેનો જાહ્નવી અને ખુશીનું સ્વાગત કરતો જોવા મળે છે. પ્રોમોની શરૂઆતમાં કરણ જાહ્નવી અને ખુશી સાથે મસ્તી કરતો જોવા મળે છે. જ્યારે જાહ્નવી શોમાં તેના કાકા અનિલ કપૂરની નકલ કરતી જોવા મળી હતી, ત્યારે ખુશી કપૂરે પણ તેના ડેટિંગના સમાચાર પર પ્રતિક્રિયા આપી છે.
 
શિખર પહાડિયાને ડેટ કરી રહી છે જાહ્નવી કપૂર?

આ સમય દરમિયાન જાહ્નવી તેના રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા વિશે કંઈક કહ્યું, જેના પછી તેમના સંબંધો પર મહોર લાગી રહી છે. ખરેખર, રેપિડ ફાયર રાઉન્ડમાં કરણ જાહ્નવીને પૂછે છે કે તેના ફોનના સ્પીડ ડાયલ લિસ્ટમાં 3 ટોપ કોન્ટેક્ટ છે. આના જવાબમાં જ્હાન્વી કહે છે કે પહેલા નંબર પર પપ્પા, ખુશુ અને શિખુ (શિખર પહાડિયા) બીજા નંબરે આવે છે.આ દરમિયાન અભિનેત્રી શરમાતી જોવા મળે છે. આ સાંભળીને કરણ પણ ખુશીથી નાચવા લાગ્યો. તમને જણાવી દઈએ કે આ એપિસોડ ગુરુવારે Disney Plus Hotstar પર સ્ટ્રીમ થશે. 

કરણ જોહરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચેટ શોના આગામી એપિસોડનો જાન્હવી અને ખુશી કપૂરનો વીડિયો શેર કર્યો છે. તેમાં જોઈ શકાય છે કે અભિનેત્રી પોતાની સાથે જોડાયેલી રસપ્રદ વાતો શેર કરી રહી છે અને કરણના સવાલોના જવાબ પણ વિના સંકોચ આપી રહી છે.                    

Continues below advertisement
Sponsored Links by Taboola