બોલિવૂડ:2 સપ્ટેમ્બરનો દિવસ ટીવી અને બોલિવૂડ જગત માટે ખૂબ જ દર્દ ભર્યો રહ્યો. બિગ બોસનો 13મો વિનર ફેમસ એક્ટર સિદ્ધાર્થ શુક્લાએ દુનિયાને અલવિદા કહી દીધું.
બિગ બોસના 13માં વિનર અને એક્ટર સિદ્રાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરે અચાનક હાર્ટ અટેકથી નિઘન થઇ ગયું. આ ઘટનાથી માત્ર તેમના પરિવાર જ નહી પરંતુ સમગ્ર મનોરંજન જગતને આંચકો લાગ્યો. સિદ્રાર્થ શુક્લાએ ફરી સમગ્ર ઘટના ક્રમનું કવરેજ કર્યુ. આ સમયે કેટલીક વસ્તુઓ આઉટ ઓફ કન્ટ્રોલ જોવા મળી. તો મુદ્દે એક્ટ્રેસ કૃતિ સેનોને મીડિયા પર ફટકાર લાગવી છે.
શુક્રવારે સિદ્ધાર્થેનો ઓશિવરી શ્મસાનમાં ઘાટ પર તેમનો અંતિમ સંસ્કાર થયો. આ સમયે ઇન્સ્ટ્રીના અનેક સેલિબ્રીટી અંતિમ તેમને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા હતા. આ સમયે દરમિયાન મીડિયાના કેમેરા કેટલાક સેલિબ્રિટીને અપ્રોચ કરતા જોવા મળ્યાં, જ્યારે તે વાત પણ કરવા ન હતા ઇચ્છતા. આ મુદ્દે રાહુલ વૈદ્ય, ગૌહર ખાન, કુશાળ ટંડન પણ તીખી પ્રતિક્રિયા આપી ચૂકયાં છે.
કૃતિ સનોને સોશિયલ મીડિયાને લગાવી ફટાકાર?
સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કરતા કૃતિ સેનોને લખ્યું કે, “મીડિયા, ફોટોગ્રાફર્સ અને ઓનલાઇન પોટર્સની સંવેદનહિનતા જોઇને મારૂ દિલ તૂટી ગયું. બધું જ શરમજનક હતું. આ કોઇ ખબર નથી અને ન તો મનોરંજન હતું. હદમાં રહેતા શીખો, થોડી સંવેદના તો રાખો, સ્ટોપ કવરિંગ ફ્યૂનરલ્સ. જે લોકો કોઇ તેના સ્વજનના જવાથી દુખી હોય તેનું પીછો કરવાનું બંધ કરો. આપ આ બધું જ શા માટે કરી રહ્યાં છો.માત્ર થોડી પોસ્ટસ્ માટે, સ્ટેન્ડ લો અને આવી તસવીરોને પોસ્ટ ન કરો. હર્ટ બ્રેકિગ લખીને ખોટી સંવેદનના બતાવવાનો ડોળ ન કરો.
કૃતિની બહેન નુપૂરે પણ વ્યક્ત કરી નારાજગી
કૃતિ સનોનની બહેન નુપૂરે પણ મીડિયા પર ફટકાર લગાવી છે. “છેલ્લા 24 કલાકમાં મેં જે મીડિયા કર્મીનું સંવેદનહિન વર્તન જોયું તે ખૂબ જ શરમજનક હતું. થોડી પોસ્ટસ માટે આપણે જે ખોટી સંવેદના બતાવીને આડંબર કરીએ છીએ તે બતાવે છે કે. આપણે હવે કેવા ઇન્સાન બની ચૂક્યાં છીએ”