Sudheer Varma Suicide: છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર આવતા રહે છે. હવે એવા સમાચાર છે કે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટર સુધીર વર્માએ આત્મહત્યા કરી લીધી છે. અભિનેતાએ 23 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમ સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી હતી.  ટોલીવુડ અભિનેતાના નિધનથી સમગ્ર દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં શોકનો માહોલ છે.  


સહ-અભિનેતાએ મૃત્યુની પુષ્ટિ કરી


સુધીર વર્માના કો-સ્ટાર રહેલા અભિનેતા સુધાકરે સોશિયલ મીડિયા દ્વારા અભિનેતાના મૃત્યુની માહિતી આપી છે, તેમણે ટ્વિટર પર સુધીર વર્માના ઘણા ફોટા શેર કરીને એક ભાવુક પોસ્ટ લખી છે. સુધીરના નિધન પર આશ્ચર્ય વ્યક્ત કરતાં અભિનેતાએ તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.




સુધીર માનસિક તણાવથી ઝઝૂમી રહ્યો હતો


સુધીર વર્માના આકસ્મિક અવસાનથી ફિલ્મ સ્ટાર્સને ઘેરો આઘાત લાગ્યો છે. ઉપરાંત, અભિનેતાના મૃત્યુનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ મીડિયા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો હતો. માનસિક દબાણના કારણે સુધીરે આવું જીવલેણ પગલું ભર્યું હોવાની અટકળો ચાલી રહી છે.


આવી હતી સુધીર વર્માની કારકિર્દી


તમને જણાવી દઈએ કે ટોલીવુડ એક્ટર સુધીર વર્માએ વર્ષ 2013 માં ફિલ્મ 'સ્વામી રા રા' થી પોતાના અભિનયની શરૂઆત કરી હતી. આ પછી તે વર્ષ 2016માં કુંદનાપુ બોમ્મા ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મથી સુધીર વર્માને ઘણી લોકપ્રિયતા મળી અને તેમણે તેલુગુ સિનેમામાં પોતાની એક અલગ ઓળખ બનાવી. જો કે, આ બધું હોવા છતાં, અભિનેતાને અમુક ફિલ્મોની ઓફર મળી રહી ન હતી. કામ ન મળવાને કારણે તે ડિપ્રેશનમાં આવી ગયો હતો.


સુધીર વર્મા ઉપરાંત છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેક ફિલ્મ સ્ટાર્સે આત્મહત્યાના સમાચારથી દેશને હચમચાવી નાખ્યો હતો. વર્ષ 2022 સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સે દુનિયાને અલવિદા કહી દીધું છે. તાજેતરમાં જ ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ પણ આત્મહત્યા કરી લીધી હતી.