Lalit Modi Remove Sushmita Sen DP: બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન અને આઈપીએલ ફાઉન્ડર લલિત મોદીના અફેરની લવસ્ટોરીની ચર્ચાઓ હજુ અટકી જ હતી કે હવે વધુ એક અપડેટ સામે આવ્યું છે. 15 જુલાઈના રોજ લલિત મોદીએ તેમના સત્તાવાર ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાહેરાત કરી હતી કે તે અને સુષ્મિતા એકબીજાને ડેટ કરી રહ્યા છે. લલિતની આ જાહેરાત બાદ જાણે હંગામો મચી ગયો હતો. સુષ્મિતા સેનને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી હતી અને લલિત મોદીની પણ મજાક ઉડાવવામાં આવી હતી. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે લલિત અને સુષ્મિતા વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું. ચાલો તમને એ પણ જણાવીએ કે અમે આવું કેમ કહી રહ્યા છીએ.
લલિત મોદીએ સુષ્મિતા સાથેનું ડીપી હટાવ્યુંઃ
લલિત મોદી અને સુષ્મિતા વચ્ચે ખટરાગ થયો હોવાની વાતનો આધાર છે લલિત મોદીનું ટ્વીટર અને ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ. લલિત મોદીએ પોતાના ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પરથી પોતાનો અને સુષ્મિતાનું ડીપી હટાવી દીધું છે. હવે લલિત મોદીએ પોતાનો એકલાનો ફોટો ડીપીમાં મુક્યો છે, જેના પછી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે કોઈ અણબનાવ બન્યો છે. મહત્વનું છે કે, સુષ્મિતા સાથેના ડેટિંગના સમાચાર આપ્યા બાદ લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેનો ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના ડીપીમાં મુક્યો હતો.
તમને જણાવી દઈએ કે લલિત મોદી પહેલા સુષ્મિતા સેન રોહમન શૉલને ડેટ કરતી હતી. ચાહકોને પણ બંનેની જોડી ખૂબ પસંદ આવી હતી. તેથી જ્યારે સુષ્મિતાએ રોહમન સાથે બ્રેકઅપની જાહેરાત કરી ત્યારે તેના ચાહકોનું દિલ તૂટી ગયું હતું. જોકે, બ્રેકઅપ પછી પણ સુષ અને રોહમન વચ્ચે સારી મિત્રતા છે. બંને હજુ પણ ઘણીવાર સાથે જોવા મળે છે. તાજેતરમાં સુષ્મિતાએ તેની પુત્રી રિનીનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે રોહમન પણ તેની સાથે જોવા મળ્યો હતો.