Lata Mangeshkar Passes Away: લત્તા મંગેશકરના નિધનથી દેશભરમાં શોકનો માહોલ, PM મોદી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
Lata Mangeshkar Death:સ્વર કોકિલાનું આજે સવારે નિધન થયું છે. લતા મંગેશકરની તબિયત અતિ નાજુક થતાં ફરી તેમને એક વખત વેન્ટિલેટર પર કરાયા શિફટ કરાયા હતા
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી હતી. અમિત શાહે કહ્યું કે તેમનું નિધન મારા માટે વ્યક્તિગત નુકસાન છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે સમય સમય પર મને લતા દીદીનો સ્નેહ અને આશીર્વાદ પ્રાપ્ત થતા રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત રત્ન લતા મંગેશકરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી લખ્યું કે દયાળુ અને સંભાળ રાખતી લતા દીદી અમને છોડીને ચાલી ગઈ છે. તેણે આપણા દેશમાં એક ખાલીપો છોડી દીધો છે જે ભરી શકાતો નથી. આવનારી પેઢીઓ તેમને ભારતીય સંસ્કૃતિના દિગ્ગજ તરીકે યાદ કરશે જેમની પાસે પોતાના સુરીલા અવાજથી લોકોને મંત્રમુગ્ધ કરવાની અપ્રતિમ ક્ષમતા હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે ટ્વિટ કરી જણાવ્યું કે લતાજીનું નિધન ફક્ત મારા માટે નહી પરંતુ લાખો લોકો માટે દિલ તોડનારું છે. તેમના દ્ધારા ગાવામાં આવેલા અલગ અલગ ગીતોમાં ભારતની સુંદર તસવીર જોવા મળે છે. લતાજી સાથે જ્યારે મારી મુલાકાત થઇ હતી ત્યારે તેમણે પૂરાજોશ સાથે મારુ સ્વાગત કર્યું હતું.
લતા મંગેશકરનું આજે 92 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ, ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ સહિત દેશના અનેક નેતાઓએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
બ્રેકગ્રાઉન્ડ
સ્વર કોકિલાનું આજે સવારે નિધન થયું છે. લતા મંગેશકરની તબિયત અતિ નાજુક થતાં ફરી તેમને એક વખત વેન્ટિલેટર પર કરાયા શિફટ કરાયા હતા. , બહેન આશા પણ હોસ્પિટલ પહોંચી હતી.
સ્વરા કોકિલા લત્તામંગેશકર આજે દુનિયાને અલવિદા કહી ગયા. ગઇકાલે તેમની હાલત અત્યંત નાજુક બની ગઈ હતી. તેમને ફરીથી વેન્ટિલેટર પર શિફ્ટ કરાયા હતા. ઉલ્લેખનિય છે કે, કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને 8 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સ્વરા કોકિલા લતા મંગેશકરની હાલતમાં એક સમયે સુધાર આવ્યો હતો. જો બાદ અત્યંત નાજુક બની ગઈ હતી. તેમને ફરીથી વેન્ટિલેટર પર શિફ્ટ કરાયા હતા. કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને 8 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -