Salman Khan Latest Video: હિન્દી સિનેમાનો સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મો ઉપરાંત બિગ બૉસ 16ને લઇને ખુબ ચર્ચામાં છે. લાંબા સમયથી મોટા પડદાથી સલમાન દુર છે, પરંતુ ફરી એકવાર તે જલદી એક ખાસ ફિલ્મ લઇને આવી રહ્યો છે. સલમાન ખાન 'ટાઇગર 3' (Tiger 3) અને 'કિસી કા ભાઇ કિસી કી જાન' (Kisi Ka Bhai Kisi Ki Jaan) ની સાથે સલમાન આગામી વર્ષે કમબેક કરશે. આ બધાની વચ્ચે સલમાન ખાનનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેમાં ભાઇજાન એક અનોખા અંદાજમાં દેખાઇ રહ્યો છે. 


સામે આવ્યો સલમાનનો વીડિયો - 
સલમાન ખાનની ફેન ફોલોઇંગ તગડી છે, હાલમાં સૌશ્યલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં ભાઇજાન સલમાન ખાન અનોખા અંદાજમાં દેખાઇ રહ્યો છે, આ વીડિયોને માનવ મંગલાણીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટા હેન્ડલ પરથી શેર કર્યો છે, વીડિયોમાં તમે જોઇ શકો છો કે 'ટાઇગર 3' સ્ટારર સલમાન બ્લેક કલરની લૂંગી પહેરીને સેટ પર બૉડી બતાવતો દેખાઇ રહ્યો છે, તે સ્ટાફ અને ક્રૂ મેમ્બર્સની સાથે સેટ પર બ્લેક લૂંગી પહેરીને જતો દેખાઇ રહ્યો છે, આ દરમિયાને તેને શર્ટ નથી પહેરેલો આથી તેની બૉડી મસલ્સ પણ દેખાઇ રહ્યાં છે. 


આમ તો સલમાન ખાન હંમેશા સૂટ બૂટમાં જ દેખાય છે. પરંતુ આ રીતે લૂંગીમાં તે સેટ પર જ દેખાય છે. સલમાન ખાનનો આ ફિલ્મ માટેનો ગેટઅપ ખુબ વાયરલ થઇ રહ્યો છે, અને ફેન્સને પસંદ આવી રહ્યો છે. જોકે આ નવો લૂક કોઇ ફિલ્મ માટેનો છે કે, ટીવી એડ માટેનો તેનો હજુ સુધી કોઇ ખુલાસો થઇ શક્યો નથી. 






સલમાનની અપકમિંગ ફિલ્મો- 
સલમાન ખાન આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મોને લઇને છવાયેલો છે. તે જલદી કિસી કી ભાઇ કિસી કી જાન અને ટાઇગર 3માં દેખાશે. ટાઇગર 3માં તેની સાથે કેટરીના કૈફ દેખાશે. વળી, કિસી કા ભાઇ કિસી કી જાનમાં શહનાઝ ગિલથી લઇને પલક તિવારી જેવા સ્ટાર્સ દેખાશે. ફિલ્મો ઉપરાંત સલમાન ખાન બિગ બૉસ 16 (Bigg Boss 16) ને પણ હૉસ્ટ કરી રહ્યો છે.