નવી દિલ્હીઃ દેશભરમાં હાલ લૉકડાઉનની સ્થિતિ છે, આની વચ્ચે એક્ટર એઝાઝ ખાન પોતાના વિવાદિત અને ભડકાઉ ભાષણને લઇને ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે, આ વખતે તેના પર પોલીસે કાર્યવાહી કરી હોવાથી ચર્ચામાં આવ્યો છે.
એક્ટર એઝાઝ ખાનને પોતાનુ ભડકાઉ ભાષણ ભારે પડી ગયુ છે. કેમકે મુંબઇ પોલીસે શનિવારે સાંજે તેની ધરપકડ કરી લીધી છે. એક્ટરની સામે આઇપીસીની કલમ 53A, 117, 121, 117, 188, 501, 504, 505(2) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.
ગુરુવારે એક્ટર એઝાઝ ખાને એક ફેસબુક લાઇવ કર્યુ હતુ, આ વીડિયોમાં તેને કેટલીક સાંપ્રદાયિક વાતો કહી અને લોકોની ભાવનાઓને ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો.
એઝાઝ ખાને વીડિયોમાં કહ્યું હતુ કે, કીડી મરી જાય તો મુસલમાન જવાબદાર, હાથી મરી જાય તો મુસલમાન જવાબદાર, દિલ્હીમાં ભૂકંપ આવે તો મુસલમાન જવાબદાર. પણ ક્યારેય તમે વિચાર્યુ છે કે આ બધા પાછળ કોનુ કાવતરુ છે?
એઝાઝ ખાનના આ ભડકાઉ ભાષણ બાદ લોકોએ એક્ટરની ધરપકડ કરવાની માંગ કરી હતી, બાદમાં પોલીસે તરતજ કાર્યવાહી કરતા એક્ટરની ધરપકડ કરી લીધી હતી.
ફેસબુક પર ભડકાઉ ભાષણ આપવુ આ એક્ટરને ભારે પડ્યુ, પોલીસે પકડીને કર્યો જેલ ભેગો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Apr 2020 09:38 AM (IST)
ગુરુવારે એક્ટર એઝાઝ ખાને એક ફેસબુક લાઇવ કર્યુ હતુ, આ વીડિયોમાં તેને કેટલીક સાંપ્રદાયિક વાતો કહી અને લોકોની ભાવનાઓને ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -