મુંબઇઃ બૉલીવુડના ટૉચના ગાયક તરીકે જાણીતા આદિત્ય નારાયણે એક મોટો ખુલાસો કર્યો છે. તેને ખુદ લૉકડાઉનમાં પોતાની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ગઇ હોવાનુ કબુલ્યુ છે, તેને કહ્યું કે, તેની પાસે કામ નથી અને આ કારણે તે ગુજરાન ચલાવતા ચલાવતા બેન્ક બેલેન્સ પણ ખતમ થઇ ગયુ છે. આદિત્ય નારાયણે લોકડાઉનમાં બેરોજગાર હોવાથી બેન્ક બેલેન્સ તળિયે ગઇ હોવાની વાત કરી હતી.

ગાયક પાસે સેવિંગ એકાઉન્ટમાં હાલ ફક્ત ૧૮ હજાર રૂપિયા જ હોવાનું વાત કહી છે, સાથે સાથે એમ પણ કહ્યું હતું કે જો ઓકટોબરમાં કામ નહી મળે તો ગુજરાન ચલાવવા પોતાની બાઇક પણ વેંચવી પડશે. આ અંગે ખુદ પિતા અને પુત્ર બન્નેએ ખુલાસો કર્યો છે. આદિત્યએ એ વાત સ્વીકારી હતી કે પોતે દેવાળિયો થઇ ગયો છે, જોકે, તેને મજાકમાં કરી હોવાનુ કહ્યું હતુ, બાદમાં તેણે કહેલી વાત આ રીતે ચારેકોર પ્રસરી જશે. તેણે કહ્યું હતું કે આ સમાચારથી મને કેટલાય ફોન મદદ માટેના પણ આવ્યા હતા. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે મેં ફક્ત આ મજાકમાં જ કહ્યું છે તેને ગંભીરતાથી લેશો નહીં.



ઉદિત નારાયણે જણાવ્યું હતું કે, મારો પુત્ર દેવાળિયો થઇ ગયો છે તે સમાચાર મળતાં જ મને બહુ હસવું આવ્યું હતું. આદિત્ય આપણા દેશનો એક ટોપ એન્કર છે તો પછી તેને પૈસીની કમી કઇ રીતે થઇ શકે. ઉદિતે વધુમાં જણાવ્યું હતું કે, આદિત્યની વાતનો કદાચ અનર્થ થયો હશે. જો એવું થાય તો પણ તેનો પિતા હજી જીવતો છે. મેં મહેનત કરીને જે કમાયું છે તે પણ આદિત્યનું જ છે. આદિત્યના લગ્ન થવાના છે અને આવા સમાચારથી તેની ભાવિ પત્ની અને તેના પરિવાર પર ખરાબ અસર પડી શકે એમ છે.