મુંબઇઃ દેશભરમાં લૉકડાઉનના કારણે દેશમાં ગરીબો અને મજૂરો એકદમ ખરાબ સ્થિતિમાં મુકાઇ ગયા છે, ખાવા-પીવાને લઇને મુશ્કેલીમાં મુકાયેલા ગરીબોની વ્હારે હવે ગૌરી ખાન આવી છે. ગૌરી ખાન શાહરૂખ ખાનની પત્ની અને પ્રૉડ્યૂસર છે.

ગૌરી ખાને ગરીબો અને મજૂરોને 95000 મીલ્સ વહેંચ્યા છે, સોશ્યલ મીડિયા પર આ કામની ખુબ પ્રસંશા થઇ રહી છે.



ગૌરી ખાને પોતાના મીર ફાઉન્ડેશનની પૉસ્ટને શેર કરતાં જાણકારી આપી છે, રોટી બેન્ક ફાઉન્ડેસને મીર ફાઉન્ડેશનના સહયોગથી મુંબઇના ગરીબ લોકોને 95000 મીલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ એક શરૂઆત છે, હજુ વધુ આવુ કામ કરવાનુ છે.



આ પહેલા શાહરૂખ ખાને પણ મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ સરકારમાં દાન આપ્યુ હતુ, સાથે મહારાષ્ટ્રમાં 25000 પીપીઇ કિટ આપવાની પણ જાહેરાત કરી હતી.



નોંધનીય છે કે, હાલ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10815 પર પહોંચી છે, અને 353 લોકો મોતને ભેટ્યા ચે. આમાં 1190 લોકો સાજા થઇને ઘરે પણ પહોંચ્યા છે.