મુંબઇઃ સુશાંત કેસમાં કેન્દ્રીય એજન્સીઓ પુરજોશમાં તપાસ ચલાવી રહી છે, આ કેસમાં સીબીઆઇએ એક બંટી સજદેહ નામના શખ્સની પણ પુછપરછ કરી, બંટી સજદેહને બહુ ઓછા લોકો ઓળખતા હશે. પરંતુ તમે નહીં જાણતા હોવ બંટી સજદેહ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાનો જુનો પ્રેમી છે. બંટી સજદેહ કોર્નસ્ટૉન કંપનીનો સીઇઓ છે.

વર્ષ 2012માં બંટી સજદેહ અને સોનાક્ષી સિન્હાના અફેરની ચર્ચા શરૂ થઇ હતી. બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બન્નેની લવ સ્ટૉરીની વાત કરીએ તો. રિપોર્ટ પ્રમાણે બંટી સજદેહની સોનાક્ષી સાથે પહેલી મુલાકાત ફિલ્મ દબંગના શૂટિંગ દરમિયાન થઇ હતી, બંટી સજદેહ કરણ ફેમિલીનો ખુબ નજીકનો માણસ છે, અને સોહેલ ખાનની વાઇફ સીમા ખાનનો ભાઇ છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન બંટી સજદેહ અવારનવાર સોનાક્ષીને મળતા હતો, જ્યાં બન્ને વચ્ચે અફેરની શરૂઆત થઇ હતી. એક વખતે સોનાક્ષીના બર્થડે પર બંટી સજદેહનો સંબંધ બહાર આવ્યો, અને બન્નેની અફેરની ચર્ચાએ જોર પકડ્યુ હતુ.



પરંતુ ફિલ્મ મુબારકન ફિલ્મ દરમિયાન સોનાક્ષી અને અર્જૂન કપૂર નજીક આવતા બંટી સજદેહને ગમ્યુ નહીં, અને બંટી સજદેહે અર્જૂન સાથે કામ ના કરવા કહ્યું હતુ. આ ઇશ્યૂ બાદ બન્ને અલગ થઇ ગયા હતા.



કોણ છે બંટી સજદેહ.....
કોર્નસ્ટૉન સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમીટેડ કંપનીનો સીઇઓ છે. બંટી સજદેહ ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર રોહિત શર્માનો સાળો છે, બંટી સજદેહ રોહિત શર્માની પત્ની રીતિકા સજદેહનો કઝિન છે. આ ઉપરાંત બંટી સજદેહ બૉલીવુડ અભિનેતા સુહૈલ ખાનનો પણ સાળો છે. બંટીના અંબિકા ચૌહાણ સાથે લગ્ન થયા હતા, પરંતુ ચાર વર્ષના ગાળામાં આ લગ્નનો અંત આવી ગયો હતો.

ખાસ વાત છે કે, સુશાંત કેસમાં બંટી સજદેહ શંકાના ઘેરામાં છે. બંટી સજદેહ જે કંપનીનો સીઇઓ છે તે કોર્નસ્ટૉન કંપનીમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહની પૂર્વ મેનેજર શ્રુતિ મોદી અને દિશા સાલિયાન પણ કામ કરતી હતી.