નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશમાં 7-8 મહિનાથી લોકો ઘરમાં જ હતા, લોકો ઘરે બેસીને બૉરિંગ અને તનાવ અનુભવવા લાગ્યા હતા. જોકે, હવે લોકો ઘરની બહાર નીકળવા લાગ્યા છે. આવામાં સેલેબ્સ પણ રજાઓ ગાળવા બહાર નીકળી રહ્યાં છે.

તાજેતરમાં જ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ પોતાના પરિવાર, પત્ની નમ્રતા શિરોડકર અને બાળકો ગૌતમ અને સિતારા સાથે વેકેશન ટ્રિપ માટે નીકળ્યા છે. મહેશ બાબુએ બાળકો સાથે સેલ્ફી શેર કરી છે. આ સેલ્ફીમા તે એરપોર્ટ પર છે, અને માસ્ક પહેરેલુ છે. આ તસવીર શેર કરતા તેને લખ્યું- ખુદને ફરીથી સામાન્ય કરી રહ્યા છીએ. તમામ સુરક્ષા સાથે ફ્લાઇટમાં જઇ રહ્યાં છીએ. લાઇફ પાછી ટ્રેક પર આવી રહી છે.



દીકરી સિતાએ શેર કરી તસવીર
એટલુ જ નહીં, મહેશ બાબુની દીકરી સિતારાએ પણ એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં નમ્રતા સુઇ રહી છે. આ તસવીરને શેર કરતાં સિતારાએ લખ્યું- મારી માં ક્યારેય નથી સુતી...... પરંતુ જ્યારે તે સુઇ જાય છે..... તે મારી પરી છે....