મુંબઇઃ કોરોના વાયરસના કારણે દેશભરમાં લૉકડાઉન છે. ફિલ્મી જગતનુ કામ, શૂટિંગ વગેરે અટકી પડ્યુ છે. આવામાં જુના શૉને રિપિટ ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યાં છે. લોકપ્રિય શૉ કપિલ શર્માનો કૉમેડી શૉમાં અભિનેત્રી માહિકા શર્માએ એક મોટો ખુલાસો કર્યો છે.

માહિકા શર્માએ શૉમાં કહ્યું કે તે કપિલ શર્માની મોટી ફેન છે, એટલુ જ નહીં માહિકાએ એ પણ કહ્યું કે તે કપિલ શર્માને ડેટ કરવા ઇચ્છે છે. તેને કહ્યું કપિલ શર્માનો શૉ જોવાનુ તેને ખુબ ગમે છે.

માહિકાએ કહ્યું કે કપિલ શર્મા ખુબ સારા માણસ છે, જો તેને મોકો આપવામાં આવે તો હું તેમની સાથે કામ કરીશ. અત્યારે લૉકડાઉનના સમયે કપિલ શર્મા શૉ જોવો મને બહુ ગમે છે.



માહિકાએ કહ્યું કે કપિલ શર્મા શૉ અને કૉમેડી નાઇટ્સ વિધ કપિલની મોટી ફેન છે. હું કપિલને ડેટ કરવા માગુ છુ, તે એક સારા માણસ છે.

ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ માહિકા શર્મા અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પણ ફિદા હતી, અને પ્રેમનો પ્રપૉઝ પણ કર્યો હતો.