Malaika Arora Father Death: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું આજે અવસાન થયું છે. અનિલ અરોરાએ બુધવારે છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના સવારે 9 વાગ્યે બની હતી. આ ઘટના બાદ મલાઈકાનો પરિવાર અને તેના પરિચિતો આઘાતમાં છે. માહિતી મળતાં જ મુંબઈ પોલીસ અભિનેત્રીના ઘરે પહોંચી છે અને માહિતી એકઠી કરી રહી છે. મલાઈકા અને તેના પરિવાર માટે આ ખૂબ જ દુઃખદ અને મુશ્કેલ સમય છે.
સલીમ ખાન અને સોહેલ ખાન પણ મલાઈકા અરોરાના ઘરે પહોંચ્યા હતા
મલાઈકાના સાવકા પિતાના મોતના સમાચાર મળતા જ એક્ટ્રેસના પૂર્વ સાસરિયાઓ પણ તરત જ તેના ઘરે પહોંચી ગયા હતા. દિગ્ગજ લેખક સલીમ ખાન પુત્ર સોહેલ ખાન સાથે મલાઈકાના ઘરે પહોંચ્યા હતા.
ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાન પણ મુશ્કેલ સમયમાં મલાઈકાના પરિવાર સાથે જોવા મળ્યો
મલાઈકા અરોરાને તેના પિતાની આત્મહત્યાના સમાચાર મળતા જ તેનો પૂર્વ પતિ અરબાઝ ખાન તરત જ તેના ઘરે પહોંચી ગયો હતો. મલાઈકાના ઘરની બહાર પોલીસકર્મીઓ સાથે વાત કરતા અરબાઝ ખાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
અનિલ અરોરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન પરિવાર સાથે બિલ્ડિંગમાં હાજર છે. આ દરમિયાન અરબાઝની બહેન અલવીરા ખાન અગ્નિહોત્રી પણ મલાઈકાના ઘરે પહોંચી ગઈ છે. બિલ્ડિંગની બહાર મુંબઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે.
ઘરે ન હતી મલાઇકા અરોડા
અનિલ અરોડાએ આત્મહત્યા કરી ત્યારે મલાઈકા અરોડા ઘરે ન હતી. આજે સવારે તે પુણેમાં હતી. મલાઈકાને આ ઘટનાની જાણકારી મળતા જ તે તરત જ મુંબઈથી પુણે જવા રવાના થઈ ગઈ હતી. આ સમાચાર પછી ઘણા સેલેબ્સ પણ અભિનેત્રીના ઘરે પહોંચી રહ્યા છે.
મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા પંજાબી હિંદુ પરિવારના હતા. તેનો પરિવાર સરહદ પર આવેલા ફાઝિલ્કા જિલ્લાનો રહેવાસી હતો. અનિલ ઈન્ડિયન મર્ચન્ટ નેવીમાં કામ કરી ચૂક્યા છે. અનિલ અરોરાએ જોયસ પોલીકાર્પ સાથે લગ્ન કર્યા હતા, જે મલયાલી ખ્રિસ્તી પરિવારમાંથી આવે છે.