મુંબઇઃ બૉલીવુડના જાણીતા ડ્રેસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રા (Manish Malhotra)ની દિવાળી પાર્ટીમાં એક્ટ્રેસ મલાઇકા અરોડા (Malaika Arora) સામેલ થઇ હતી. આ પાર્ટીમાં બધાની નજર પણ મલાઇકા પર જ રહી હતી. બૉલીવુડમાં દિવાળીનો જશ્ન શરૂ થઇ ચૂક્યો છે. બૉલીવુડના જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ગુરુવારે સાંજે પોતાના ઘરે દિવાળીના ખાસ પાર્ટી યોજી હતી.  


મનીષ મલ્હોત્રાના આ પ્રી દિવાળી સેલિબ્રેશન પાર્ટીમાં બૉલીવુડના જાણીતા ચહેરાઓ સામેલ થયા હતા. જેમાં મલાઇકા અરોડા પણ સામેલ હતી. મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં મલાઇકા અરોડા સાડી લૂકમાં જોવા મળી હતી, પૈપરાજીએ તેની તસવીરો કેપ્ચર કરી લીધી હતી. જોકે, તેને એકથી એક સારા પૉઝ આપીને બધાને ખુશ કરી દીધા હતા. 




આ પાર્ટીમાં એક્ટ્રેસ બ્લેક કલરની ચમચમાતી સાડીમાં દેખાઇ હતી. બ્લેક સાડીની સાતે નેટનુ બ્લાઉઝ અને સિમ્પલ હેર સ્ટાઇલે એક્ટ્રેસની સુંદરતામાં વધારો કરી દીધો હતો. 




એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાના ફિગરને લઈ બોલીવૂડની યંગ એક્ટ્રેસને પણ મ્હાત આપે છે. મલાઈકા પોતાને પિટ રાખવા જિમમાં ખૂબ જ પરસેવો પાડે છે. મલાઈકા પોતાના વર્કઆઉટની તસવીરો અને વીડિયો ફેન્સ માટે શેર કરે છે. મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને ઘણી વખત સાથે જોવા મળે છે. બંનેની તસવીરો પણ વાયરલ થાય છે.