Manushi Chhillar Photos: એક્ટ્રેસ માનુષી છિલ્લર (Manushi Chhillar)એ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ સુંદર અવતાર દેખાઇ રહ્યો છે. એક્ટ્રેસ માનુષી છિલ્લર (Manushi Chhillar)એ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ સુંદર અવતાર દેખાઇ રહ્યો છે. મિસ વર્લ્ડ (Miss World) રહી ચૂકેલી માનુષી છિલ્લર (Manushi Chhillar)ના દરેક લૂક પર દુનિયાભરના ફેન્સ ફિદા છે, બૉલીવુડમાં કેરિયરની શરૂઆત કર્યા બાદ માનુષી છિલ્લરની ફેન ફોલોઇંગ ખુબ લાંબી વધી રહી છે.
માનુષી છિલ્લર (Manushi Chhillar) પોતાના ગ્લેમરસ અને સુંદર અદાઓને લઇને હંમેશા લાઇમલાઇટમાં છવાયેલી રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી માનુષી છિલ્લર પોતાની ડેબ્યૂ ફિલ્મને લઇને ખુબ ચર્ચામાં હતી. માનુષી છિલ્લરે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ખાસ તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેસને એકદમ સિન્ડ્રેલા લૂક જોવા મળી રહ્યો છે. એક્ટ્રેસનો આ હસની લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
તસવીરોમાં એક્ટ્રેસ બેબી પિન્ક કલરના હેવી ગાઉનમાં વૉક કરતી દેખાઇ રહી છે, રેમ્પ પર મિસ વર્લ્ડનો આ લૂક જોનારાઓના દિલમાં વસી ગયો છે. એક્ટ્રેસ પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેવા લાગી છે. હાલમાં જ માનુષી છિલ્લરે તેના ગ્લેમરસ ફોટા શેર કરીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે
ઉલ્લેખનીય છે કે માનુષી છિલ્લર ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'થી બૉલીવુડમાં ડેબ્યૂ કરી ચૂકી છે, જોકે તેને ડેબ્યૂ ફિલ્મ કંઇ ખાસ ના હતી ચાલી. આ ફિલ્મમાં એક્ટ્રેસ સુપરસ્ટાર અક્ષય કુમારની સાથે દેખાઇ હતી.