Malaika Arora On Her Accident: મલાઈકા અરોરાનો નવો શો 'મૂવિંગ ઇન વિથ મલાઈકા' ઓટીટી પર પ્રીમિયર થયો છે. આ શોમાં મલાઈકા તેના અંગત જીવન સાથે જોડાયેલી અજાણી વાતો રજૂ કરી રહી છે. મલાઈકાએ સોમવારે તેના રિયાલિટી શો 'મૂવિંગ ઇન વિથ મલાઈકા'માં ફરાહ ખાન સાથેના તેના અકસ્માત વિશે વાત કરી હતી. વાતચીત દરમિયાન અભિનેત્રીએ યાદ કર્યું કે કેવી રીતે તેણીએ તેની સર્જરી પછી તેના પૂર્વ પતિ અરબાઝ ખાનનો ચહેરો જોયો હતો






અકસ્માત બાદ લાગ્યું કે આંખોની રોશની જતી રહી


કાર અકસ્માતને યાદ કરતાં મલાઈકાએ ફરાહને કહ્યું, "તે ક્ષણે હું ખૂબ જ ડરી ગઈ હતી. મને લાગ્યું કે તે ક્ષણે મેં મારી દૃષ્ટિ ગુમાવી દીધી કારણ કે હું તે બે કલાક સુધી કંઈ કરી શકી ન હતી. જોઈ શકતી ન હતી. ત્યાં કાચના ઘણા નાના નાના ટુકડાઓ ફસાઈ ગયા હતા. મારી આંખની આસપાસથી લોહી વહી રહ્યું હતું. તેથી હું કઈ જોઈ શકતી નહોતી. તે ક્ષણે મેં ખરેખર વિચાર્યું કે મને નથી લાગતું કે હું બચીશ અને હું અરહાનને ફરીથી જોઈ શકીશ. મને હોસ્પિટલમાં લઈ જવામાં આવી,મારી  સર્જરી કરવામાં આવી. 



અકસ્માત પછી પ્રથમ અરબાઝનો ચહેરો જોયો


મલાઈકાએ વધુમાં કહ્યું કે જ્યારે મારુ ઓપરેશન પૂરું થયું અને મને ભાન આવ્યું ત્યારે મે મારી આંખો ખોલી અને પ્રથમ ચહેરો અરબાઝનો હતો તે પૂછી રહ્યો હતો કે શું તું જોઈ શકે છે. આ કેટલા નંબર છે? આ કેટલી આંગળી છે? અને મને આશ્ચર્ય થતું હતું કે તે આમ કેમ કરી રહ્યો છે? કેમ મને આવું પૂછી રહ્યો છે? અરબાઝને જોઈને થોડી  વાર મને એવું થયું કે શું હું ભૂતકાળના સમયમાં જતી રહી છું.


મલાઈકાની કારને 2 એપ્રિલે અકસ્માત થયો હતો


મહારાષ્ટ્રના ખોપોલીમાં 2 એપ્રિલે મલાઈકાનો કાર અકસ્માત થયો હતો. તે દરમિયાન મલાઈકાની રેન્જ રોવર બે વાહનો સાથે અથડાઈ હતી. મલાઈકા પુણેથી મુંબઈ પરત ફરી રહી હતી. આ અકસ્માતમાં મલાઈકાને ઘણી ઈજા થઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.