Malaika Arora-Arbaaz Khan Marriage: મલાઈકા અરોરા (Malaika Arora) અને અરબાઝ ખાનની લવસ્ટોરી કોઈ પરીકથાથી ઓછી નથી. મલાઈકા-અરબાઝે વર્ષ 1998માં લગ્ન કર્યા હતા. આ કપલે લગ્નના 19 વર્ષ બાદ છૂટાછેડાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. આજે બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે. જો કે હાલમાં પણ બંને અલગ-અલગ કારણોસર ઘણી હેડલાઈન્સ મેળવે છે. મલાઈકા અરોરા -અરબાઝ ખાનને એક પુત્ર પણ છે જેનું નામ અરહાન ખાન છે. જો કે બંને સત્તાવાર રીતે એકબીજાથી અલગ થઈ ગયા છે. પરંતુ પુત્રના કારણે બંને ઘણીવાર એક સાથે જોવા મળે છે. અને તે બંનેના ફોટા તેમજ વીડિયો અનેક વાર વાયરલ થતાં રહે છે 

Continues below advertisement


મલાઈકાને નાની ઉંમરમાં લગ્ન કરવાનો અફસોસ છે?


અરબાઝ અને મલાઈકાના લગ્નના થોડા વર્ષો સારા રહ્યા, પરંતુ પછીથી બંને વચ્ચે અણબનાવ થયો. ધીમે-ધીમે વાત એટલી ખરાબ થઈ ગઈ કે બંનેએ વર્ષ 2017માં એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો. અઆ વિશે જ્યારે મલાઈકાને પૂછવામાં આવ્યું કે શું તેને નાની ઉંમરમાં લગ્ન કરવાનો અફસોસ છે? આના પર મલાઈકાએ આપેલો જવાબ ચોંકાવનારો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે નાની ઉંમરે લગ્ન કરવાના તેના નિર્ણયથી તેની કારકિર્દી પર કોઈ અસર થઈ નથી. મલાઈકાએ કહ્યું હતું કે, "વહેલા લગ્ન કરવાનો નિર્ણય મારી પ્રોફેશનલ કરિયરમાં ક્યારેય અડચણરૂપ ન હતો, તે મારા કોઈપણ નિર્ણય અને પસંદગીના માર્ગમાં પણ નડ્યો નથી.


પ્રેગ્નેન્સી એન્જોય કરી


જો મલાઈકાની વાત માનીએ તો તેની ગ્લેમરસ ઈમેજને કારણે જ તેના લગ્ન અને પ્રેગ્નન્સી ગ્લેમર સાથે જોડાયેલી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે તેણે એવા સમયે લગ્ન કર્યા છે જ્યારે એવું માનવામાં આવતું હતું કે સ્ત્રી માતા બન્યા પછી તેના કરિયર પર ધ્યાન આપી શકતી નથી. મલાઈકાએ કહ્યું હતું કે તેણે તેની પ્રેગ્નેન્સી દરમિયાન ખૂબ એન્જોય કર્યું હતું. આ સાથે તેણે આ દરમિયાન ઘણી મહેનત પણ કરી હતી. મલાઇકા ઘણી મુસાફરી પણ કરતી હતી. તમને જણાવી દઈએ કે અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા બાદ મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. જ્યારે અરબાઝ ખાનનું તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા સાથે હાલમાં જ બ્રેકઅપ થયું છે તેવી ખબરો સામે આવી છે.