બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ ખૂબ જ ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરાને હંમેશા યોગા અને જિમમાં જતા સ્પોટ કરવામાં આવે છે. મલાઈકાની ફિટનેસ આજે પણ બોલીવૂડની નવી અભિનેત્રીઓ ઉપર ભારે પડે છે. પરંતુ મલાઈકા અરોરાના જીવનમાં પણ એક એવો સમય આવ્યો જ્યારે તે હિમ્મતન હારી ગઈ હતી. અભિનેત્રી મલાઈકા અરોરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં તેણે કોરોના સંક્રમણ દરમિયાનનું દુખ શેર કર્યું છે. ગત વર્ષે મલાઈકા કોરોના વાયરસથી સંક્રમિત થઈ હતી. હવે આશરે આઠ મહિના બાદ મલાઈકાએ જણાવ્યું કે તેણે કઈ રીતે કોરોનાને મ્હાત આપી અને રિકવર થઈ.
મલાઈકાએ જણાવ્યું કે કોરોનાએ ન માત્ર શારીરિક રીતે નબળા કર્યા પરંતુ માનસિક રીતે પણ તોડી નાખ્યા હતા. મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર કહ્યું કે કોરોના બાદ તે ખૂબ જ નબળાઈ અને નિરાશા અનુભવતી હતી. એટલું જ નહી તેનો વજન પણ ઘણો વધી ગયો હતો. મલાઈકાની આ તસવીર તેના કોરોનાથી રિકવર થયા બાદની છે. આ તસવીરમાં થોડા વજન વધારે લાગે છે.
મલાઈકાએ પોતાની પોસ્ટમાં લખ્યું, હું 5 સ્પેટમ્બરે કોરોના પોઝિટિવ આવી હતી અને મારા માટે આ ખૂબ જ મુશ્કેલ સમય હતો. જે લોકો એમ કહે છે કે રિકવરી સામાન્ય હોય છે. હુ તેમને જણાવી દઉ કે આ એ લોકો સામે સરળ નથી જેમની ઈમ્યુનિટી ઓછી હોય છે અને જે કોવિડ સામે લડવા માંગે છે. હુ આમાંથી પસાર થઈ છું આ સરળ નથી.
મલાઈકાએ કહ્યું, મને કોરોનાએ શારીરિક રીતે એકદમ તોડી નાખી હતી. ઘરમાં 2 ડગલા ચાલવા મારે માટે ખૂબ જ મુશ્કેલ હતા. હું માત્ર બેડ પરથી ઉતરી અને ઘરની બારી પાસે ઉભી રહેતી હતી. આ બધુ કરવું પણ મારા માટે મુશ્કેલ હતું. મારુ વજન વધી ગયું હતું. હું પોતાને ખૂબ જ નબળી અનુભવતી હતી. મારામાં સ્ટેમિના બિલકુલ નહોતી. પરિવારથી દૂર રહી મારા મગજમાં ન જાણે શું શું ચાલતું હતું.
મલાઈકાએ લખ્યું અંતે 26 સપ્ટેમ્બરે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો. હું પોતાની ખુશનસીબ સમજુ છુ કે મે કોરોનાને હરાવ્યો, પરંતુ ત્યારબાદ મારા શરીરમાં ખૂબ જ નબળાઈ હતી. હુ ખૂબ જ નિરાશાજનક થઈ ગઈ હતી. મારુ મગજ અને બોડી મને સપોર્ટ નહોતા કરી રહ્યા. મને એ વિચારીને ડર લાગતો હતો કે મને બીજી વખત એનર્જી મળશે કે નહી.
મલાઈકાએ લખ્યું, જ્યારે મે પ્રથમ વખત વર્કઆઉટ કર્યું તો ખૂબ જ તકલીફ થઈ હતી. હુ સારી રીતે નહોતી કરી શકી. પરંતુ ફરી મે બીજા દિવસે પોતાને સમજાવ્યુ કે હુ આ બધુ કરી શકુ છુ. પછી ત્રીજા દિવસે, ચોથા દિવસે, પાંચવા દિવસે દરરોજ કરતી રહી. હવે 32 સપ્તાહ થયા છે અને હું નેગેટિવ છું. હવે હુ વર્કઆઉટ કરી શકુ છું. યોગ્ય રીતે શ્વાસ લઈ શકું છુ. માનસિક અને શારિરીક રીતે સારુ અને મજબૂત અનુભવી રહી છું.