Meena Kumari Talaq: મીના કુમારી... આ માત્ર નામ નથી પણ એક ચાલતું સિનેમા છે. તે એવી અભિનેત્રી હતી જેને ચાર વર્ષની ઉંમરથી બાળ કલાકાર તરીકે અભિનયની શરૂઆત કરી હતી અને ત્યારબાદ 14 વર્ષની ઉંમરે 'બચ્ચો કા ખેલ'થી અભિનેત્રી તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
મીના કુમારીએ જીવિત રહી ત્યાં સુધી જે ઊંચાઈઓને સ્પર્શી હતી તે લોકો ભૂલી શક્યા નથી. જોકે સુંદરતા અને અભિનયથી પડદા પર રાજ કરનાર મીના કુમારીનું વાસ્તવિક જીવન કોઈ નરકથી ઓછું ન હતું. પીડા એવી હતી કે એક વખત મીના કુમારીએ પોતાની સરખામણી વેશ્યા સાથે કરી હતી. અભિનેત્રીએ પોતાના જીવનમાં એવા જખમોનો સામનો કરવો પડ્યો જેને તેને નાની ઉંમરમાં જ મોતના મોં સુધી લઇ ગયા હતા.
તલાક... તલાક... તલાક...
મીના કુમારીની આ સ્ટૉરી ખૂબ જ જાણીતી છે. કહેવાય છે કે એકવાર મીના કુમારીના પતિ કમલ અમરોહીએ ગુસ્સામાં તલાક...તલાક...તલાક કહી દીધું હતું. જે બાદ મીના કુમારીએ કમલા અમરોહીથી છૂટાછેડા લીધા હતા, પરંતુ બાદમાં જ્યારે કમલ અમરોહીને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તે મીના કુમારી પાસે પાછો ફર્યો, મીના કુમારી પણ કમલ અમરોહી સાથે ફરીથી લગ્ન કરવા માંગતી હતી, પરંતુ હવે તે ત્યારે જ શક્ય બન્યું જ્યારે મીના કુમારીએ હલાલામાથી પસાર થાય.
આ એક્ટ્રેસના પિતા સાથે કરવું પડ્યુ હતુ હલાલા -
મીના કુમારીના હલાલા માટે કમાલ અમરોહીએ ઝીનત અમાનના પિતા અમાન ઉલ્લાહ ખાનને પસંદ કર્યા, જેમની સાથે અભિનેત્રીએ લગ્ન કર્યા. તે પછી મીના કુમારીએ અમાન ઉલ્લાહ ખાન સાથે બેડ શેર કર્યો હતો, એટલે કે હલાલા કર્યુ હતુ, ત્યારબાદ હલાલાને પૂર્ણ માનવામાં આવ્યુ, તે પછી અમાન ઉલ્લા ખાને મીના કુમારીને છૂટાછેડા આપી દીધા અને પછી કમાલ અમરોહી અને મીના કુમારીએ લગ્ન કરી લીધા.
હલાલાની સમસ્યા મીના કુમારીને જીવનભર પરેશાન કરતી રહી. મીના કુમારીના જીવનચરિત્રમાં આ સ્ટૉરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે... 'આ શું જીવન છે કે મારે ધર્મના નામે મારું શરીર સમર્પણ કરવું પડ્યું, જો મારી સાથે આવું થયું તો મારામાં અને વેશ્યામાં શું ફરક છે.' એવું કહેવાય છે કે અંગત જીવનથી પરેશાન મીના કુમારીને પાછળથી દારૂની લત લાગી ગઈ અને તેનું લીવર ડેમેજ થઈ ગયું, ત્યારબાદ અભિનેત્રીનું 1972માં માત્ર 38 વર્ષની વયે અવસાન થયું.