અમેરિકન મોડલ અને ફેશન ડિઝાઇનર જોસલીન કેનો જેને મેક્સિકન કિમ કાર્દાશિયનનાં નામથી ઓળખવામાં આવે છે. તેનું 29ની ઉંમરે મોત થઇ ગયુ છે. જોસલીનની મોત બટ લિફ્ટ સર્જરી કરાવ્યા બાદ થયું હતું. જોસલીન કાનો નામની આ મોડલ, મોડલિંગની દુનિયામાં એક મોટુ નામ હતી. સામે આવેલી માહિતી અનુસાર જોસલીનનું મોત બટ લિફ્ટ સર્જરી કરવાને કારણે થયું છે.


મોડલ જોસલીનનાં મોત બાદથી જ લોકો સતત સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કરી રહ્યાં છે. મીડિયામાં આવતી ખબરનું માનીયે તો, જોસલીને હાલમાં જ બટ લિફ્ટ સર્જરી કરાવી હતી. આ સર્જરી માટે તે કોલંબિયા ગઇ હતી. પણ સર્જરી સફળ ન થવાને કારણે તેનું મોત થઇ ગયુ હતું.

જોસલીના માત્ર 29 વર્ષની હતી. તેનો જન્મ 14 માર્ચ 1990માં થયો હતો. તેણે 17 વર્ષની ઉંમરથી મોડલિંગ શરૂ કરી દીધુ હતું. તેની ગ્લેમરસ સ્ટાઇલ અને લૂકને કારણે તેને મેક્સિકોની કિમ કાર્દિશિયન કહેવામાં આવતી હતી. જોસલીનનાં મોતનાં સમાચાર પર ફેન્સને વિશ્વાસ કરવો ખુબજ મુશ્કેલ થઇ રહ્યો છે.