Mirzapur 3: 'મિર્ઝાપુર 3' ને લઈ અમેઝન પ્રાઈમ વીડિયોએ કરી મોટી જાહેરાત 

વર્ષની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ 'મિર્ઝાપુર 3'ને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ છે. 'મિર્ઝાપુર 3'ની રિલીઝ ડેટને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે.

Continues below advertisement

Mirzapur Sesaon 3: વર્ષની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ 'મિર્ઝાપુર 3'ને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ છે. 'મિર્ઝાપુર 3'ની રિલીઝ ડેટને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે. નિર્માતાઓ પણ દરરોજ  'ક ખ ગ ઘ' ની સીરીઝ સાથે દર્શકોનું એક્સાઈટમેન્ટ  વધારી રહ્યા છે. હવે 'મિર્ઝાપુર 3'ના નિર્માતાઓએ એવી પોસ્ટ કરી છે કે એવું લાગે છે કે આવતીકાલે સિરીઝને લઈને કંઈક મોટું થવાનું છે.

Continues below advertisement

ખરેખર, એમેઝોન પ્રાઇમ ઇન્ડિયાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી છે. તેમાં લખેલું છે - 'મ સે  મિલતે હૈ કલ' તેના કેપ્શનમાં લખ્યું છે – MS3W પ્રબંધ કરી દિધુ છે.   હવે 'મિર્ઝાપુર 3' સંબંધિત આ પોસ્ટ જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે આવતીકાલે વેબ સિરીઝનું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે. કેટલાક ચાહકોનું કહેવું છે કે 'મિર્ઝાપુર 3'ની રિલીઝ ડેટ આવતીકાલે જાહેર કરવામાં આવશે.

એક ચાહકે લખ્યું- 'આખરે ટ્રેલર આવતી કાલે આવી રહ્યું છે.' બીજાએ લખ્યું- 'ટ્રેલર મંગળવારે આવશે.' આ સિવાય એક વ્યક્તિએ લખ્યું- 'ટ્રેલર આવતીકાલે આવી રહ્યું છે.'

ટ્રેલર આવતીકાલે રિલીઝ થઈ શકે છે!

તમને જણાવી દઈએ કે હજુ સુધી ન તો 'મિર્ઝાપુર 3'ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે અને ન તો કોઈ ટ્રેલર કે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. એવામાં નિર્માતાઓની ક ખ ગ ધ સિરીઝમાં 'મ સે  મિલતે હૈ કલ'  જે સંકેત આપે છે કે આવતીકાલે મિર્ઝાપુરની રિલીઝ ડેટ જાહેર થઈ શકે છે અથવા ફિલ્મ ચાહકોને શ્રેણીની ઝલક મળી શકે છે.

પ્રથમ બે સિઝનમાં હલચલ મચી ગઈ હતી

મિર્ઝાપુરની પ્રથમ બે સિઝનમાં પંકજ ત્રિપાઠી, દિવ્યેન્દુ, રાસિકા દુગ્ગલ અને શ્વેતા ત્રિપાઠીએ પોતાના અભિનયથી દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. ડાયલોગ્સથી લઈને સ્ટોરી સુધી એમેઝોન પ્રાઇમ વીડિયોની આ સીરીઝની બંને સીઝન લોકોના દિલમાં વસી ગઈ હતી. આવી સ્થિતિમાં હવે ચાહકો વેબ સિરીઝની ત્રીજી સીઝનની રાહ જોઈ રહ્યા છે.  

Continues below advertisement
Sponsored Links by Taboola