Noor Malabika Death: બૉલીવૂડ અભિનેત્રી નૂર નૂર માલાબિકા દાસનું અવસાન થયું. તેણી 37 વર્ષની હતી. તેને સ્ટાર એક્ટ્રેસ કાજોલ સાથે વેબસીરીઝ ‘ધ ટ્રાયલ’માં કામ કર્યું હતું. તેને કથિત રીતે આપઘાત કર્યો છે. પોલીસને 6 જૂને લોખંડવાલામાં એક્ટ્રેસના એપાર્ટમેન્ટમાંથી એક્ટ્રેસનો મૃતદેહ મળી આવ્યો હતો. મિડ ડેના અહેવાલ મુજબ, અભિનેત્રીના પડોશીઓને એક્ટ્રેસના ઘરમાંથી દુર્ગંધ આવતા ઓશિવારા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસને મૃતદેહ સડી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. અભિનેત્રીના અંતિમ સંસ્કાર રવિવારે મમદાની હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ એનજીઓની મદદથી કરવામાં આવ્યા હતા, જે મુંબઈમાં દાવો ના કરાયેલ મૃતદેહોના અંતિમ સંસ્કારનું સંચાલન કરે છે.
એક અધિકારીએ કહ્યું, “અમે તેના પરિવાર સાથે વાત કરી હતી. તે બે અઠવાડિયા પહેલા પોતાના વતન પરત ફરી હતી. આ બાબત અને આત્મહત્યા પાછળનું કારણ તપાસ હેઠળ છે. નૂર માલાબિકા દાસના સારા મિત્ર આલોકનાથ પાઠકે કહ્યું, “હું આનાથી દુઃખી છું. હું નૂરને વર્ષોથી ઓળખું છું અને તેની સાથે ઘણી ફિલ્મો અને સીરિયોલમાં કામ કર્યું છે.
ભાડાના મકાનમાં રહેતી હતી નૂર માલાબિકા દાસ
આલોકનાથ પાઠકે વધુમાં કહ્યું, “ગયા મહિના સુધી તેનો પરિવાર તેની સાથે મુંબઈમાં રહેતો હતો. પરિવાર એક અઠવાડિયા પહેલા જ ગામમાં પાછો ફર્યો હતો. તે આ ફ્લેટમાં ભાડા પર રહેતી હતી.”
નૂર માલાબિકા દાસની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પૉસ્ટ
નૂર માલાબિકા દાસએ 5 દિવસ પહેલા તેના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે અલગ-અલગ સ્ટાઈલમાં પૉઝ આપી રહી હતી. જોકે, વીડિયોના બેકગ્રાઉન્ડમાં 'આંસૂ મેરે બેહતે' ગીત વગાડવામાં આવ્યું હતું. આ દર્દભર્યું ગીત રાહત ફતેહ અલી ખાન અને ગુરનઝારે ગાયું છે. ચાહકો હવે તેની પોસ્ટ પર કૉમેન્ટ કરી રહ્યા છે અને તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
નૂર માલાબિકા દાસની સીરીઝ
નૂર માલાબિકા દાસ 'ATM ભાભી', 'I'm Sorry Teacher' અને 'Adla Badli' જેવી સીરીઝ માટે જાણીતી છે. તેણે ઉલ્લુ ટીવી એપ માટે મોટા ભાગનું કામ કર્યું છે. તેની લેટેસ્ટ એડલ્ટ સીરીઝ હતી ‘ઘરવાલી બહારવાલી’. આ સીરીઝમાં તેનો બૉલ્ડ અને ગ્લેમરસ અવતાર જોવા મળી હતી.
-