Mithun Chakraborty Health Update: મિથુન ચક્રવર્તીને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો જેના પછી તેમને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે અભિનેતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પીએમ મોદીએ અભિનેતાને ફોન કરીને તેની ખબર પૂછી હતી અને તેમને ઠપકો આપ્યો હતો


ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, મિથુનને સોમવારે બપોરે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જે બાદ અભિનેતાએ પોતે કન્ફર્મ કર્યું છે કે તે હવે સ્વસ્થ છે અને ટૂંક સમયમાં કામ શરૂ કરશે. તેણે કહ્યું- 'ખરેખર કોઈ સમસ્યા નથી, હું બિલકુલ ઠીક છું. મારે મારી ખાવાની ટેવ પર નિયંત્રણ રાખવું પડશે. હું જલ્દી કામ શરૂ કરી શકું છું, કદાચ આવતીકાલથી.


લોકોને આહારનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે


મિથુન ચક્રવર્તીએ લોકોને તેમના આહારનું ધ્યાન રાખવાની સલાહ આપી હતી. IANS અનુસાર, મિથુને કહ્યું, 'હું  ખૂબ જ ખરાબ રીતે ખાઉં છું, તેથી જ મને સજા મળી છે. દરેકને મારી સલાહ છે કે તમે તમારા ખાવા પર નિયંત્રણ રાખો. જે લોકોને ડાયાબિટીસ છે તેમને એવી ગેરસમજ ન હોવી જોઈએ કે મીઠાઈ ખાવાથી કોઈ ફરક નહીં પડે. તમારા આહાર પર નિયંત્રણ રાખો.


પીએમ મોદીએ ફોન કરીને ઠપકો આપ્યો હતો


મિથુન ચક્રવર્તીએ જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે તેમને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો હતો. પીએમ મોદીએ તેમની તબિયતનું ધ્યાન ન રાખવા બદલ તેમને ઠપકો આપ્યો હતો. 


મિથુન ચૂંટણી પ્રચારનો હિસ્સો બની શકે છે


મિથુને આગળ કહ્યું- 'પશ્ચિમ બંગાળમાં 42 લોકસભા સીટનુ ધ્યાન કોણ રાખશે ? હું કરીશ. હું ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલો રહીશ.  જો કહેવામાં  આવશે તો હું ચૂંટણી પ્રચાર માટે અન્ય રાજ્યોમાં પણ જઈશ. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ખૂબ સન્માન કરું છું. ભાજપ માટે  ચરમ પર પહોંચવાનો સમય આવી ગયો છે. 


રિપોર્ટ અનુસાર મિથુન ચક્રવર્તીની તબીયતમાં હવે પહેલા કરતા ઘણો સુધાર છે. તેમની હેલ્થમાં પોઝિટિવ ફેરફાર જોવા મળ્યા છે. રિપોર્ટ અનુસાર મિથુનની તબીયત હાલ સ્થિર છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.