Mithun Chakraborty: બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીની તબિયત લથડી હોવાનુ સામે આવ્યું છે. તેમને આજે સવારે કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તબીબો તેના જરૂરી ટેસ્ટ કરી રહ્યા છે.


બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તી સાથે જોડાયેલા મોટા સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં મિથુનને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શનિવારે સવારે કોલકાતાની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.એક્ટરની નજીકની વ્યક્તિએ જણાવ્યું કે, મિથુન સવારથી ખૂબ જ અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો અને તેથી જ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અભિનેતાના પુત્રએ એબીપી ન્યૂઝને મેસેજ દ્વારા મિથુનના સ્વાસ્થ્યની અપડેટ આપ્યા હતા.


દીકરાએ મિથુનની હેલ્થ વિશે  અપડેટ આપ્યાં


મિથુન ચક્રવર્તીના પુત્ર મિમોહ ચક્રવર્તીએ એબીપી ન્યૂઝને મેસેજ કરીને અભિનેતાના સ્વાસ્થ્યની અપડેટ આપી છે. મિમોહે કહ્યું, "પાપા 100 ટકા ફાઇન છે અને આ એક રૂટિન ચેકઅપ છે. ચિંતા બદલ આભાર."


આ દરમિયાન હોસ્પિટલમાં હાજર મિથુનની નજીકની વ્યક્તિનું કહેવું છે કે, મિથુન વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને તે ઠીક છે. સૂત્રએ એમ પણ કહ્યું કે હાલમાં મિથુનને હાજર રહેલા ડોક્ટર્સ તેના તમામ ટેસ્ટ કરી રહ્યા છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે મિથુનને છાતીમાં દુખાવો હતો, પરંતુ હોસ્પિટલમાં હાજર એક નજીકના સૂત્રએ આ વાતને નકારી કાઢી અને કહ્યું કે તે અસ્વસ્થતા અનુભવી રહ્યો છે.


મિથુન ચક્રવર્તીને પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા


હાલમાં જ સરકારે મિથુનને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી.આ સમાચાર પછી અભિનેતાએ  બંગાળીમાં એક વીડિયોમાં કહ્યું, “મને ગર્વ છે, આ એવોર્ડ મેળવીને હું ખુશ છું. હું દરેકનો આભાર માનવા માંગુ છું. મેં ક્યારેય કોઈની પાસે મારા માટે કંઈ માંગ્યું નથી. આજે મને માંગ્યા વગર કંઇક મળી ગયાની અનુભૂતિ થાય છે. તે સંપૂર્ણપણે અલગ લાગણી છે. ”


મિથુન ચક્રવર્તી વર્ક ફ્રન્ટ


 મિથુનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા છેલ્લે મૌની રોય, સુભાશ્રી ગાંગુલી, શ્રબંતી ચેટર્જી અને પૂજા બેનર્જી સાથે ડાન્સ રિયાલિટી શો ડાન્સ બાંગ્લા ડાન્સમાં જજ તરીકે જોવા મળ્યો હતા. અભિનેતાની છેલ્લી રિલીઝ બંગાળી ફિલ્મ 'કાબુલીવાલા' હતી. તે ડિસેમ્બર 2023માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન સુમન ઘોષે કર્યું છે.


આ ફિલ્મ વિશે હિન્દુસ્તાન ટાઈમ્સ બાંગ્લા સાથે વાત કરતા મિથુને કહ્યું, "કાબુલીવાલા એવી કોઈ ફિલ્મ નથી જે મેં આકસ્મિક રીતે કરવાનું વિચાર્યું હતું. જો કે તે બંગાળી ફિલ્મ છે પરંતુ તે યાદ રાખવું અગત્યનું છે કે, તે બંગાળીભાષી અફઘાનની વિષે છે. તે બંગાળી ભાષી વિશે નથી.  આજકાલ દરેક વ્યક્તિ દરેક વસ્તુને ખૂબ નજીકથી જુએ છે, તેથી તે એક મોટી વાત છે.  આ ફિલ્મ બતાવે છે કે કેવી રીતે એક અફઘાન બંગાળી શીખે છે અને હિન્દી બોલવા માટે તેનો ઉપયોગ કરે છે. અને બંગાળીના મિશ્રણ સાથે બોલે છે."