નવાઝુદ્દીન સિદ્દીકી અને અથિયા શેટ્ટી સ્ટારર ‘મોતીચૂર ચકનાચૂર’ની ડિરેક્ટર દેબમિત્રા બિસ્વાલનું કહેવું છે કે પ્રૉડ્યૂસર રાજેશ ભાટિયાએ આ ફિલ્મની સ્ટોરીલાઇન બદલાવીને ફિલ્મને ખતમ કરી નાંખી છે.
પ્રોડ્યૂસરે આ વર્ષે માર્ચમાં જ ક્રિએટિવ ડિફરન્સનું કારણ આપીને દેબમિત્રા સહિત યુનિટના ઘણા મેમ્બર્સને ફિલ્મમાંથી હાંકી કાઢ્યા હતા, બાદમા ઓક્ટોબરે દેબમિત્રાએ ભાટિયાએ પ્રૉડ્યૂસર પર અપશબ્દો બોલવાનો સનસની આરોપ પણ લગાવ્યો હતો. હવે ફિલ્મ રિલીઝ થઇ છે ત્યારે દેબમિત્રાએ લોકોને આ ફિલ્મ ના જોવા માટે ખુલ્લી અપીલ કરી છે, કેમકે તે સ્ટૉરી લાઇનથી સંતુષ્ટ નથી.
સ્પોટબોય સાથેની વાતચીત દરમ્યાન દેબમિત્રાએ કહ્યું કે, ‘મને ફિલ્મ ત્યારે બતાવવામાં આવી જ્યારે કોર્ટે ભાટિયાને નોટિસ ફટકારી અને તેમને ડિરેક્ટરને મને બતાવવા માટે કહ્યું હતુ. મેં વિચાર્યું કે હે ભગવાન આ તેમણે શું બનાવી દીધું. ફિલ્મની ડિરેક્ટર તો તે જ છે એમાં કોઈ શંકા નથી પણ તેમણે અમુક ભાગ કટ કરીને બિનજરૂરી શૉટ જોડી દીધા છે. ફિલ્મમાં કઈ બચ્યુ નથી. આ સી ગ્રેડ ભોજપુરી ફિલ્મ જેવી લાગી રહી છે.’