મુંબઇઃ અભિનેતા મુકેશ ખન્નાને લોકોએ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ટ્રૉલ કર્યો છે. મુકેશ ખન્નાએ મહિલાઓ પર કરેલી એક કૉમેન્ટથી સોશ્યલ મીડિયા યૂઝર્સે એક્ટરને નિશાને લીધો છે. મુકેશ ખન્નાએ કહ્યું કે, મીટૂની પ્રૉબ્લમ ત્યારે શરૂ થયો જ્યારે મહિલાઓએ ઘરેથી બહાર નીકળીને કામ કરવાનુ શરૂ કર્યુ. આ કૉમેન્ટને લઇને સોશ્યલ મીડિયા પર તે જબરદસ્ત ટ્રૉલિગનો શિકાર થયો હતો. અભિનેતાના મીટૂ પર મત આપતો એક વીડિયો પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં મુકેશ ખન્ના કહી રહ્યો છે કે, મહિલાઓનુ કામ છે ઘર સંભાળવાનુ, પ્રૉબ્લમ ત્યાંથી શરૂ થયો છે મીટૂનો, જ્યારે મહિલાઓએ બહાર કામ કરવાનુ શરૂ કરી દીધુ. આજે મહિલાઓ પુરુષોના ખભે ખભા મિલાવીને ચાલવાની વાત કરે છે.

કામ કરતી મહિલાઓ પર અભિનેતાની આ પ્રકારની ટિપ્પણીને લઇને સોશ્યલ મીડિયા યૂઝર્સે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.



એક યૂઝરે લખ્યું-અને આ રીતે બેવકૂફ શક્તિમાને સમાજમાં પોતાની વેલ્યૂ વધારી? આશ્ચર્યની વાત છે કે આ કયા પ્રકારના પરિવારમાં મોટો થયો છે. કોઇ તેમને પુછે છે કે 5-6 વર્ષની બાળકીનો બળાત્કાર કેમ થાય છે? એટલુ જ નહીં આ કમજોર લોકોને મંચ કેમ આપવામાં આવે છે જે મહિલાઓથી ડરે છે?



એક બીજા યૂઝરે લખ્યું- આવી ધૃણિત પિતૃસત્તાત્મક કૉમેન્ટ વિશે મે આ પહેલા ક્યારેય નથી સાંભળ્યુ. પોતાનુ બધુ સન્માન ખોઇ નાંખ્યુ.