Sushant Singh Rajput Case: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ અભિનેત્રી રિયા ચક્રવર્તી, તેના ભાઈ શોવિક ચક્રવર્તી અને અન્ય લોકોની સામે મુંબઈની વિશેષ અદાલતમાં બોલિવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંબંધિત ડ્રગ્સના કેસમાં આરોપો દાખલ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, કોર્ટે હજી સુધી રિયા ચક્રવર્તી સામે આરોપો નક્કી નથી કર્યા ત્યારે હવે આ કેસની આગામી સુનાવણી 12 જુલાઈએ થશે.
વિશેષ સરકારી વકીલ અતુલ સરપાંડેએ કહ્યું કે, ચાર્જશીટમાં તમામ આરોપીઓ સામે આરોપો ઘડવામાં આવ્યા છે. આ ડ્રાફ્ટ ચાર્જશીટ દાખલ કરીને, તેણે કોર્ટને રિયા અને શોવિક પર અભિનેતા સુશાંતસિંહ રાજપૂત માટે ડ્રગના દુરુપયોગ અને આવા પદાર્થોની ખરીદી અને ચુકવણીના આરોપો નક્કી કરવાની વિનંતી કરી છે.
રિયા, શોવિક સહિત તમામ આરોપીઓ કોર્ટમાં હાજર થયાઃ
વિશેષ સરકારી વકીલ સરપાંડેએ કહ્યું કે, કોર્ટ તમામ આરોપીઓ સામે આરોપ ઘડવાની હતી. જો કે, કેટલાક આરોપીઓએ ડિસ્ચાર્જ અરજીઓ કરી હોવાથી આ થઈ શક્યું નથી. તેમણે કહ્યું કે કોર્ટે કહ્યું છે કે ડિસ્ચાર્જ અરજી પર નિર્ણય થયા પછી જ આરોપો ઘડવામાં આવશે. બુધવારે રિયા અને શોવિક સહિત તમામ આરોપીઓ કોર્ટમાં હાજર થયા હતા. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ સંબંધિત કેસોની સુનાવણી કરનારા વિશેષ ન્યાયાધીશ વીજી રઘુવંશીએ સુનાવણીની તારીખ 12 જુલાઈ નક્કી કરી હતી.
સુશાંતસિંહે મૃત હાલતમાં મળી આવ્યો હતોઃ
ઉલ્લેખનીય છે કે, સુશાંતસિંહ રાજપૂત 14 જૂન, 2020ના રોજ મુંબઈમાં તેના ફ્લેટમાં ફાંસી પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ પર સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે, પરંતુ તપાસ એજન્સી હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી. સુશાંતસિંહ રાજપૂતના ડેથ કેસમાં ડ્રગ્સનો એંગલ પણ સામે આવ્યો હતો.
એક મહિનો જેલમાં રહી રિયા ચક્રવર્તીઃ
આ કેસમાં રિયા ચક્રવર્તીની સપ્ટેમ્બર 2020માં ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડના લગભગ એક મહિના પછી, બોમ્બે હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. રિયા ઉપરાંત, તેના ભાઈ શોવિક ચક્રવર્તી અને અન્ય કેટલાક લોકો પર પણ ડ્રગ્સનો દુરુપયોગ, કબજો રાખવો સહિતના કેસમાં આરોપી તરીકે રજૂ કરવામાં આવ્યા છે. તેમાંથી મોટાભાગના જામીન પર બહાર છે.