મુંબઈ: પોનોગ્રાફી કેસમાં બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુશ્કેલી વધી રહી છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમ અશ્લિલ ફિલ્મો બનાવવાને લઈને રાજ કુંદ્રાની પત્ની અને બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના જૂહૂ સ્થિત તેના ઘરે પર પૂછપરછ કરી રહી છે. ક્રાઈમ બ્રાંચ બપોરે રાજ કુંદ્રાને લઈને તેમના ઘરે પહોંચી હતી. આ સાથે જ રાજ કુંદ્રાના મામલામાં મુંબઈ પોલીસ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બેંક ખાતાઓની પણ તપાસ કરી શકે છે. મુંબઈ પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે પૈસાનું ટ્રાન્જેક્શન શિલ્પા શેટ્ટીના બેંક ખાતાઓમાંથી થયું છે કે કેમ ?
121 વીડિયો 12 લાખમાં ડીલ કરી રહ્યા હતા રાજ કુંદ્રા
પોર્નોગ્રાફી કેસમાં ધરકપકડ કરવામાં આવેલા રાજ કુંદ્રાને લઈને હવે ઈન્ટરનેશનલ કનેક્શન સામે આવી રહ્યું છે. મુંબઈ પોલીસે દાવો કર્યો છે કે એક વ્હોટ્સએપ ચેટમાં તેમને એ ખબર પડી છે કે રાજ કુંદ્રા 121 વીડિયોને 12 લાખ અમેરિકી ડૉલરમાં વેચવાની વાત કરી રહ્યો હતો. મુંબઈ પોલીસે કહ્યું એવું લાગી રહ્યું છે કે આ અંતરરાષ્ટ્રીય સ્તરનો કેસ છે.
પોર્ન ફિલ્મ રેકેટમાં સતત બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. બીજી તરફ આ કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે રાજ કુંદ્રાને લઈને ક્રાઈમ બ્રાંચની ટીમ તેના ઘરે પહોંચી છે. આ ઘરમાં શિલ્પા શેટ્ટી પણ રહે છે.
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા પોર્ન ફિલ્મ બનાવવા અને તેને મોબાઇલ એપ્સ પર સ્ટ્રીમ કરવાના આરોપમાં 19 જૂલાઇના રોજ ધરપકડ કરવામાં આવી હતી. મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે રાજ કુંદ્રા વિરુદ્ધ ફેબ્રુઆરીમાં કેસ દાખલ કર્યો હતો અને 19 જૂલાઇના રોજ તેમની પૂછપરછ બાદ ધરપકડ કરાઇ હતી.
આજે રાજ કુંદ્રાને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે કુંદ્રાને 27 જૂલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ કરાયો હતો. મુંબઇ પોલીસે રાજ કુંદ્રાને વધુ સાત દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાની માંગ કરી હતી. પોલીસે કહ્યું કે, આ મામલામાં હજુ સુધી તપાસ કરવાની જરૂર છે અને પુરાવા એકઠા કરવા જરૂરી છે જેના માટે તેઓને સમય જોઇએ છે. પોલીસનું કહેવું હતું કે રાજ કુંદ્રાએ ઓનલાઇન સટ્ટેબાજી પણ કરી છે જેમાં તેણે યસ બેન્કના એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો હતો. જેની તપાસ કરવાની હજુ બાકી છે. પોલીસે કહ્યું કે કુંદ્રાએ ધરપકડ થયા બાદ 21 જૂલાઇના રોજ કેટલાક જરૂરી ડેટા ડિલીટ કર્યો છે. આ ડેટાને રિકવર કરવામાં આવશે. તે સિવાય જ્યારે કુંદ્રાને નોટિસ મોકલવામાં આવી હતી ત્યારે તેણે ગૂગલ અને એપલ સ્ટોરમાંથી હોટસ્ટાર જેવી એપ્સ હટાવી દીધી હતી. બાદમાં કુંદ્રાએ પોલીફિલ્મ્સની શરૂઆત કરી હતીજે તેનો પ્લાન બી હતો. જેના પર એડલ્ટ કંન્ટેન્ટ સ્ટ્રીમ કરવામાં આવતું હતું.