Natasa Stankovic To Get New Name: હાર્દિક પંડ્યા સાથે ડિવોર્સ બાદ નતાશા સ્ટેનકોવિક પોતાના દેશ સર્બિયા પરત ફરી છે. આ દિવસોમાં અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે જે દર્શાવે છે કે તે તેના પુત્ર અગત્સ્ય સાથે ખૂબ એન્જોય કરી રહી છે. તાજેતરમાં જ નતાશાએ એક પોસ્ટ શેર કરી છે જે દર્શાવે છે કે હાર્દિક પંડ્યાથી છૂટાછેડા લીધા બાદ તેણે પોતાનું નામ બદલી નાખ્યું છે અથવા તેને બદલવાનું વિચારી રહી છે.
નતાશાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સેલ્ફી પોસ્ટ કરી છે જેમાં તે હસતી જોવા મળી રહી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું - જ્યારે તમે બધું ભગવાનને સોંપો છો, ત્યારે જ તમને નવું નામ મળે છે. તમે તે નથી જે આપ હતા પરંતુ તે છો જે ભગવાન કહે છે.
![ABP News हार्दिक पांड्या से तलाक के बाद अपना नाम बदलेंगी नताशा स्टेनकोविक? एक्ट्रेस की इस पोस्ट ने किया खुलासा!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/13/296d6e96d0b9531ef573ca4aa2efee6b1723546716487646_original.png?impolicy=abp_cdn&imwidth=720)
નતાશા તેના પુત્ર સાથે એન્જોય કરી કરી છે
તમને જણાવી દઈએ કે નતાશાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઘણા વધુ ફોટા અને વીડિયો શેર કર્યા છે. જેમાં તે તેના પુત્ર અગત્સ્ય સાથે પૂલમાં એન્જોય કરતી જોવા મળે છે. કેટલીક તસવીરોમાં અગત્સ્ય સાઇકલ સાથે જોવા મળી રહ્યો છે તો કેટલાક ફોટોમાં તે કાર ધોતો જોવા મળી રહ્યો છે. આ પહેલા અભિનેત્રીએ આઉટડોર પળોની કેટલીક તસવીરો પણ શેર કરી હતી.
લગ્નના ચાર વર્ષ બાદ હાર્દિક-નતાશા અલગ થઈ ગયા હતા
નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા. આ પછી, 2021 માં તેમણે તેમના પુત્ર અગસ્ત્યનું સ્વાગત કર્યું. પરંતુ 2024ના શરૂઆતના મહિનાઓથી જ તેમના છૂટાછેડાના સમાચાર આવવા લાગ્યા હતા. જે બાદ હાર્દિક-નતાશાએ 18 જુલાઈના રોજ સંયુક્ત નિવેદન જાહેર કરીને અલગ થવાની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું કે તેઓ તેમના પુત્રનો ઉછેર સાથે કરશે.