મુંબઇઃ ભારતીય ક્રિેકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હંમેશા કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહ્યાં કરે છે, મેદાનમાં પોતાના પ્રદર્શનથી લઇને મેદાનની બહાર વિવાદ અને પોતાની લાઇફસ્ટાઇલના કારણે સમાચારોમા અવારનવાર છવાયેલો રહે છે. હવે તે પોતાની મંગેતર નતાસા સ્ટાનકૉવિચની પ્રેગનન્સીને લઇને ચર્ચામાં છે.

હાલમાં હાર્દિક અને નતાશાની તસવીર વાયરલ થઇ રહી છે, તેમાં નતાશા બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.

નતાશા સ્ટાનકૉવિચે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તાજેતરમાં બેબી શૉવરની એક તસવીર પૉસ્ટ કરી છે. આમાં નતાશા પોતાના પતિ હાર્દિક પંડ્યાની સાથે છે. બન્નેની સાથે તેના પાલતુ કુતરુ પણ છે.



નતાશાએ એક અઠવાડિયા પહેલા એક પૉસ્ટ શેર કરીને પ્રેગનન્સીનુ જાહેરાત કરી હતી. તે પૉસ્ટમાં નતાશાએ હાર્દિક સાથેની પોતાની અત્યાર સુધીની સફર વિશે પણ લખ્યુ હતુ. નતાશાએ લખ્યું હતુ કે હાર્દિક અને મે અત્યાર સુધી એક યાદગાર સફર ખેડી છે, અને હવે આ માત્ર સારી થવાની છે. અમે બન્ને અમારી જિંદગીમાં એક નવી જિંદગીના સ્વાગત માટે તૈયાર છીએ.



નતાશાએ પોતાના મિત્રો અને ફેન્સને પ્રેમથી વિનંતી કરતા લખ્યું- અમે અમારી જિંદગીમાં આ નવા પગલાને લઇને ખુબ ઉત્સાહિત છીએ, અને તમારા બધાનો આશીર્વાદ અને દુઆઓ ઇચ્છીએ છીએ.



નોંધનીય છે કે, આ પહેલા હાર્દિક પંડ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર નતાશાની પ્રેગનન્સીની જાહેરાત કરી હતી, અને સાથે સાથે બન્નેની સગાઇની કેટલીક તસવીરો પણ શેર કરી હતી.