વીડિયોમાં નતાશા સ્ટેનકોવિક દિકરા અગસ્ત્યને તેડી એક મોટા ટીવી સામે ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં ટીવી પર ઋતિક રોશનનું ગીત જય જય શિવ શંકર ચાલી રહ્યું છે. તેનો આ વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે.
આ પહેલા નતાશા સ્ટેનકોવિક ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. વીડિયો શેર કરવાની સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, તમારામાંથી કેટલાકે મને સવાલ પૂછ્યો હતો કે પ્રેગનેંસી બાદ તમે પોતાનું વજન કઈ રીતે ઘટાડ્યું. હું ન તો જિમ કરવાનું પસંદ કરુ છુ અને ન તો ભારે ટ્રેનિંગ કરવાનું પસંદ કરુ છું. હું એક સારૂ ડાયેટ ફોલો કરૂ છું.