નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટાનકોવિક તેના પુત્ર સાથેના ફોટા અને વીડિયો શેર કરીને લાઇમલાઇટમાં રહે છે. નતાશાએ શેર કરેલા એક વીડિયોમાં તે પુત્રને તેડીને ડાંસ કરતી નજરે પડી રહી છે. તેના આ વીડિયોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.

વીડિયોમાં ટીવી પર ઋતિક રોશનનું ગીત જય જય શિવશંકર વાગતું સંભળાય છે. નતાશા ફ્લાવર ટોપ અને બ્લેક ટાઇટ્સ પહેરીને પુત્રને તેડીને શાનદાર ડાંસ કરી રહી છે. તેનો આ વીડિયો ફેન્સને ઘણા પસંદ પડી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે અને ઘણા લોકો કમેન્ટ કરી રહ્યા છે.


" data-captioned data-default-framing width="400" height="400" layout="responsive">


ટીમ ઈન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે. પ્રથમ વન ડે બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે, જ્યારે મેં ઘર છોડ્યું ત્યારે મારો પુત્ર 15 દિવસનો હતો અને જ્યારે હું પરત ફરીશ ત્યારે 4 મહિનાનો થઈ ગયો હશે. મારા માટે ઘણી ચીજો બદલાઈ ગઈ છે. અગસ્ત્યનો  જન્મ મારી જિંદગીનો સર્વશ્રેષ્ઠ દિવસ છે.

હાર્દિકની પત્ની નતાશા સ્ટાનકોવિચે   30 જુલાઈના રોજ પુત્રને જન્મ આપ્યો હતો અને કપલે બાળકનું નામ અગસ્ત્ય રાખ્યું હતું. આ પહેલા ચાલુ વર્ષે 1 જાન્યુઆરીએ જ હાર્દિકે સગાઇની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા.