એનડીટીવીની વેબસાઇટ પર પ્રસારિત થયેલા અહેવાલ પ્રમાણે, આલિયાના વકીલે જણાવ્યુ કે કોરોના મહામારી દરમિયાન સ્પીડ પૉસ્ટની સુવિધા અવેલેબલ ના હોવાના કારણે નવાઝુદ્દીન પત્ની આલિયાએ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીને આ નોટિસ ઇમેલ અને વૉટ્સએપ દ્વારા 7 મેએ મોકલવામાં આવી હતી.
આલિયાએ આ નોટિસ મોકલીને ભરણપોષણ અને તલાકની માંગ કરી છે, જોકે, હજુ સુધી આ નોટિસ પર એક્ટરનો કોઇ જવાબ મળ્યો નથી.
45 વર્ષીય નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાના વકીલ સહાયે સોમવારે ફોન પર પીટીઆઇને જણાવ્યુ કે, અમારી ક્લાયન્ટ શ્રીમતી આલિયા સિદ્દીકીએ વૉટ્સએપ દ્વારા નોટિસ મોકલી છે, જોકે, નવાઝુદ્દીન તરફથી હજુ સુધી કોઇ જવાબ નથી મળ્યો, નોટિસમાં ભરણપોષણ અને તલાક માંગવામાં આવ્યા છે. તલાક નોટિસમાં અભિનેતા અને તેમના પરિવાર પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા નવાઝુદ્દીનના નિકાહ શીબા સાથે થયા હતા અને આ વૈવાહિક સંબંધ બહુ ઓછા સમય સુધી ચાલ્યા હતા.
હાલ, બૉલીવુડ અભિનેતા પોતાના વતન યુપીના બુઢાનામાં ક્વૉરન્ટાઇન છે, તાજેતરમાં જ એક્ટર પોતાના પરિવાર સાથે પોતાની કાર મારફતે મુંબઇથી યુપીના મુઝફ્ફરનગર પહોંચ્યો હતો.