ડ્રગ્સ કેસમાં એનસીબીએ  અભિનેતા એજાઝ ખાનની અટકાયત કરી છે. ડ્રગ્સના કેસમાં ડ્રગ પેડલર શાદાબ બટાટાની ધરપકડ થયા બાદ અભિનેતા એજાઝ ખાનનું નામ સામે આવ્યું હતું. આજે એજાઝ ખાન રાજસ્થાનથી મુંબઇ પરત ફર્યો હતો, ત્યારબાદ એનસીબીએ તેને કસ્ટડીમાં લીધો હતો. એજાઝ ખાન પર બટાટા ગેંગનો ભાગ હોવાનો આરોપ છે. એનસીબીની ટીમે એજાજના અંધેરી અને લોખંડવાલામાં પણ અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે.


એનસીબીએ મુંબઇના સૌથી મોટા ડ્રગ્સ સપ્લાયર ફારૂક બટાટાના પુત્ર શાદાબ બટાટાની ધરપકડ કરી અને આશરે 2 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું.


શદાબ બટાટ પર મુંબઈમાં બોલિવૂડ હસ્તીઓને ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ છે. ફારુક તેની શરૂઆતની જિંદગીમાં બટાટા વેચતો હતો. તે સમયે તે અંડરવર્લ્ડના કેટલાક લોકોના સંપર્કમાં આવ્યો હતો અને આજની તારીખમાં તે મુંબઇમાં ડ્રગ્સનો સૌથી મોટો સપ્લાયર છે. આ ડ્રગ્સ વર્લ્ડનું આખું કામ હવે તેના બે પુત્રો દ્વારા સંભાળવામાં આવે છે.