મુંબઇઃ એનસીબીએ આજે સુશાંત સિંહ રાજપૂત મામલા સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ કરી લીધી છે. હવે તેને વીડિયો કૉન્ફરન્સ મારફતે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સુત્રોનુ કહેવુ છે કે રિયા સહયોગ કરી રહી છે, એટલે એનસીબી તેના રિમાન્ડની માંગ નહીં કરે. રિયાએ એનસીબીને કહ્યું કે જ્યારે પણ તેને પુછપરછ માટે બોલાવવામાં આવશે તો તે આવવા તૈયાર છે.
એનસીબીના સુત્રોનુ કહેવુ છે કે રિયા કોઇ હાર્ડકોર ક્રિમિનલ નથી, ત્રણ દિવસની પુછપરછમાં સહયોગ કર્યો છે. એટલા માટે એનસીબી રિમાન્ડની માંગ નહીં કરે. આગળ જરૂર પડશે તો પુછપરછ માટે બોલાવવામાં આવશે.
રિયા ચક્રવર્તીના વકીલ સતિશ માનશિંદેએ રિયા ચક્રવર્તીની ધરપકડ અંગે કહ્યું કે ત્રણ તપાસ એજન્સીઓ એક મહિલાના પાછળ પડી છે. બસ એટલા માટે કેમકે તે મહિલા એક ડ્રગ્સ એડિક્ટને પ્રેમ કરતી હતી, સુશાંતે માનસિક સ્થિતિના કારણે આત્મહત્યા કરી છે.
આ પહેલા એનસીબીએ રિયા સાથે રવિવારે છ કલાકની અને સોમવારે આઠ કલાકની પુછપરછ કરી હતી. આ દરમિયાન એનસીબીએ તેના નાના ભાઇ શૌવિક ચક્રવર્તી (24), રાજપૂતના હાઉસ મેનેજર સેમ્યૂઅલ મિરાંડા (33) અને સુશાંતના પ્રાઇવેટ સ્ટાફ સભ્ય દીપેશ સાવંતનો આમનો સામનો કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તપાસ એજન્સીને મોબાઇલ ફોન ચેટ રેકોર્ડ અને અન્ય ઇલેક્ટ્રૉનિક ડેટા મળ્યા હતા, જેમાં પ્રતિબંધિત માદક પદાર્થની ખરીદીમાં આ લોકોની સંલિપ્તતા સામે આવી હતી. એનસીબીએ છેલ્લા કેટલાક દિવસોથી મામલાની તપાસ દરમિયાન આ ત્રણેયની ધરપકડ કરી છે.
રીયા ચક્રવર્તીને ધરપકડ પછી ક્યાં રખાશે? રીમાન્ડની માગ કરાશે કે નહીં? જાણો મહત્વની વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Sep 2020 05:03 PM (IST)
એનસીબીના સુત્રોનુ કહેવુ છે કે રિયા કોઇ હાર્ડકોર ક્રિમિનલ નથી, ત્રણ દિવસની પુછપરછમાં સહયોગ કર્યો છે. એટલા માટે એનસીબી રિમાન્ડની માંગ નહીં કરે. આગળ જરૂર પડશે તો પુછપરછ માટે બોલાવવામાં આવશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -